IND vs USA: ભારતે USA ને 29 રનથી હરાવ્યું
India vs United States of America Live Cricket Score: અહીં તમને ભારત અને યુએસએ વચ્ચેની મેચનો લાઈવ સ્કોર અને મેચ સંબંધિત તમામ અપડેટ્સ મળશે.
LIVE

Background
India vs United States of America Live Cricket Score: ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2026)ની દસમી આવૃત્તિ પાકિસ્તાન વિરુદ્ધ નેધરલેન્ડ મેચથી શરૂ થઈ હતી. ત્યાર બાદ બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આજે, મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત અને USA વચ્ચે ત્રીજી મેચ રમાશે. જાણો આ મેચમાં પિચ કેવી રહેશે. કોને વધુ સપોર્ટ મળશે, બેટ્સમેનને કે બોલરને?
સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઈન્ડિયા આ આવૃત્તિમાં બે મોટા રેકોર્ડ બનાવી શકે છે. ઇતિહાસમાં ક્યારેય કોઈ યજમાન દેશ જીત્યો નથી. કોઈ પણ ટીમે સતત બે વાર આ ખિતાબ જીત્યો નથી. ભારત પાસે આ હાંસલ કરવાની તક છે. આજે વિકેટકીપર તરીકે ઈશાન કિશનનો સમાવેશ થઈ શકે છે. જસપ્રીત બુમરાહ રમવાની શક્યતા ઓછી છે, તેથી મોહમ્મદ સિરાજ આજે રમી શકે છે. હર્ષિત રાણાના સ્થાને સિરાજ ટીમમાં જોડાયો.
વાનખેડે સ્ટેડિયમ ખાતે T20 આંતરરાષ્ટ્રીય રેકોર્ડ શું છે?
વાનખેડે સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં નવ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. પહેલા બેટિંગ કરતી ટીમે ચાર વખત જીત મેળવી છે, અને પીછો કરતી ટીમે પાંચ વખત. ભારતીય ટીમે અહીં છ T20 મેચ રમી છે, જેમાં ચાર જીતી છે અને બે હારી છે.
વાનખેડે ખાતે સૌથી વધુ સ્કોર 247 છે, જે ભારતે ગયા વર્ષે ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. બીજો સૌથી વધુ સ્કોર (240) પણ ભારતનો છે. આ મેદાન પર સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે, તેણે ત્રણ મેચમાં 197 રન બનાવ્યા હતા. જોકે, અહીં રમાયેલી એકમાત્ર મેચમાં અભિષેકે 135 રન બનાવ્યા હતા. અભિષેકે તે મેચમાં બે વિકેટ પણ લીધી હતી.
ભારત વિરુદ્ધ USA મેચ માટે વાનખેડે સ્ટેડિયમની પિચ રિપોર્ટ કેવો રહેશે?
વાનખેડે સ્ટેડિયમની પીચ લાલ માટીની બનેલી છે. બોલરોને અહીં ઉછાળો મળે છે, પરંતુ પીચ બેટ્સમેન માટે મદદરૂપ માનવામાં આવે છે. અહીં ઘણીવાર હાઇ-સ્કોરિંગ મેચ જોવા મળે છે. આઉટફિલ્ડ પણ ઝડપી છે, જે બેટ્સમેનોને વધારાની સહાય પૂરી પાડે છે. મેચ આગળ વધતાં બેટ્સમેન માટે પીચ વધુ મદદરૂપ બને છે, તેથી આજે જે પણ ટીમ ટોસ જીતે છે તે પહેલા બોલિંગ કરવા માંગશે. વાનખેડે સ્ટેડિયમમાં આજે છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ જોવા મળે તેવી અપેક્ષા છે. જો ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરે છે, તો તેઓ 300 રન પણ બનાવી શકે છે. ઇશાન કિશન, અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ ઉત્તમ ફોર્મમાં છે.
ટીમ ઇન્ડિયા સ્ક્વોડ: અભિષેક શર્મા, ઇશાન કિશન, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને વરુણ ચક્રવર્તી.
યુએસએ સ્ક્વોડ: મોનાંક પટેલ (કેપ્ટન), એન્ડ્રિસ ગૌસ, હરમીત સિંહ, શેહાન જયસૂર્યા, સૈતીજા એમ, શયાન જહાંગીર, સંજય કૃષ્ણમૂર્તિ, શુભમ રાંજને, મિલિંદ કુમાર, મોહમ્મદ મોહસીન, શેડલી વાન શૌકવિક, અલી ખાન, જસદીપ સિંહ, નોસ્તુશ કેનિજે, સૈતિજા.
IND vs USA: ભારતે USA ને 29 રનથી હરાવ્યું
'ડિફેન્ડિંગ ચેમ્પિયન' (Defending Champion) ભારતીય ટીમે 'આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026' (ICC Men's T20 World Cup 2026) માં વિજયી શ્રીગણેશ કર્યા છે. ગ્રુપ A ની હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) ને 29 Runs થી હરાવીને ટાઈટલ બચાવવાની દિશામાં મજબૂત ડગલું માંડ્યું છે. આ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવની બેટિંગ અને મોહમ્મદ સિરાજની બોલિંગ નિર્ણાયક સાબિત થઈ હતી.
અક્ષર પટેલે યુએસએને બેવડો ફટકો આપ્યો
અક્ષર પટેલે 16મી ઓવરમાં યુએસએના બે બેટ્સમેનોને આઉટ કર્યા. પહેલા તેણે સંજય કૃષ્ણમૂર્તિ (37) અને પછીના બોલ પર હરમીત સિંહ (0) ને આઉટ કર્યા. 16 ઓવર પછી, યુએસએનો સ્કોર 100/6 થયો. શુભમ રંજને 15 અને મોહમ્મદ મોહસીન 01 રને બેટિંગ કરી રહ્યા હતા. ટીમને હવે અંતિમ ચાર ઓવરમાં 62 રનની જરૂર છે.




















