India vs West Indies 1st Test Playing 11: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમિનિકાના વિન્ડસર પાર્ક ખાતે રમાશે. ભારત માટે આ મેચમાં વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશન અને ઝડપી બોલર મુકેશ કુમાર ડેબ્યૂ કરી શકે છે. આ સિવાય ઓપનર યશસ્વી જયસ્વાલના ડેબ્યૂ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.


રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરી શકે છે


યુવા ખેલાડી યશસ્વી જયસ્વાલ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. યશસ્વી જયસ્વાલે પ્રેક્ટિસ મેચમાં ઓપનર તરીકે સારું પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં પ્રથમ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલનું ઓપનિંગ કરવાનું નિશ્ચિત માનવામાં આવે છે.


 






ઈશાન કિશનને તક મળી શકે છે


કેએસ ભરતને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ડેબ્યૂ કરવાની તક મળી. આ પછી તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ રમ્યો હતો. જો કે, અત્યાર સુધી ભરત બેટમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યો છે. આવી સ્થિતિમાં ઈશાન કિશન વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.


શુભમન ગિલ ત્રીજા નંબરે રમશે!


છેલ્લા કેટલાક સમયથી ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ઓપનિંગ કરી રહેલો શુભમન ગિલ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રીજા નંબર પર રમી શકે છે. ઘણા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગિલ હવે ટેસ્ટ ટીમમાં ચેતેશ્વર પૂજારાની જગ્યાએ ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. જો કે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


મુકેશ કુમાર ડેબ્યુ કરી શકે છે


મોહમ્મદ શમીની ગેરહાજરીમાં મુકેશ કુમાર સિરાજ સાથે મળીને બોલિંગ કરી શકે છે. આ સાથે જ શાર્દુલ ઠાકુર ત્રીજો ઝડપી બોલર બની શકે છે. આ સિવાય સ્પિન વિભાગમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિન હશે.


વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, ઈશાન કિશન (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિ અશ્વિન, શાર્દુલ ઠાકુર, મુકેશ કુમાર અને મોહમ્મદ સિરાજ.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial