India vs West Indies ODI: ભારતીય ક્રિકેટ ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના 8 મુખ્ય ખેલાડીઓ રમતા જોવા મળશે નહીં. આ પાછળનું મુખ્ય કારણ કોઈ ઈજા કે ખરાબ ફોર્મ નહીં, પરંતુ એશિયન ગેમ્સ 2026 સાથે તારીખોનો ટકરાવ છે. આ જ કારણે હવે BCCI વેસ્ટ ઈન્ડિઝ સામે એકદમ નવી અને યુવા ટીમ મેદાનમાં ઉતારવા જઈ રહી છે.
કયા સ્ટાર ખેલાડીઓ નહીં રમે?
તમને થતું હશે કે એવા કયા સ્ટાર ખેલાડીઓ છે જે આ મહત્વપૂર્ણ શ્રેણીનો ભાગ નહીં હોય? તો તમને જણાવી દઈએ કે, આ લિસ્ટમાં ઘણા મોટા અને જાણીતા નામો સામેલ છે. વનડે ટીમના ઉપ-કેપ્ટન શ્રેયસ ઐયર, સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન અને સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલ આ સિરીઝમાં નહીં રમે. આ ઉપરાંત વોશિંગ્ટન સુંદર, ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ અને હર્ષિત રાણા તેમજ યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પણ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાંથી બહાર રહેશે.
આખરે શું છે આખો મામલો? શા માટે નવી ટીમ?
હવે ચાલો સમજીએ કે આ 8 સ્ટાર ખેલાડીઓ વિના ટીમ ઈન્ડિયા કેમ મેદાનમાં ઉતરશે. હકીકતમાં, વેસ્ટ ઈન્ડિઝ સામે 3 મેચની ODI શ્રેણી સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં રમાવાની છે. તેની સામે 2026 એશિયન ગેમ્સ પણ આ જ સમયગાળા દરમિયાન યોજાશે. વેસ્ટ ઈન્ડિઝ સામેની આ 3 વનડે મેચો 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે રમાશે, જ્યારે બીજી બાજુ 2026 એશિયન ગેમ્સનું આયોજન 24 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર વચ્ચે થવાનું છે.
BCCIએ એશિયન ગેમ્સ માટે પહેલાથી જ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે, અને આ તમામ 8 ખેલાડીઓ એશિયન ગેમ્સની ટીમનો ભાગ છે. બંને ઈવેન્ટની તારીખો એકબીજા સાથે ટકરાતી હોવાથી તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે નહીં.
આ પણ વાંચોઃ ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
યુવા ખેલાડીઓ માટે નસીબ ચમકાવવાની તક
જોકે, કહેવાય છે ને કે એકનું નુકસાન બીજા માટે તક બની શકે છે! આ તારીખોના ટકરાવના કારણે ઘણા યુવા ખેલાડીઓનું નસીબ ચમકી શકે છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે સિરીઝ માટે હવે નવી ટીમમાં કેટલાક આશાસ્પદ ખેલાડીઓને તક મળી શકે છે. આ સંભવિત ખેલાડીઓમાં ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જેવા નામોની સાથે-સાથે હર્ષ દુબે, ગુરનુર બ્રાર અને આયુષ બદોની જેવા યુવા સ્ટાર્સ પણ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈને પોતાનું કૌવત બતાવી શકે છે.
આ પણ વાંચોઃ ગૌતમ ગંભીર કોચ બનતા જ આ 3 સિનિયર ખેલાડીઓની કારકિર્દી પર લાગી ગયું ગ્રહણ, કમબેક કરવું હવે અશક્ય?
