World Test Championship Final Race: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની ફાઇનલ મેચ જૂન 2025માં ઇંગ્લેન્ડના લોર્ડ્સ મેદાન પર રમાશે. જે બે ટીમો WTC પોઈન્ટ ટેબલમાં ટોપ-2માં હશે તેમને ફાઇનલમાં જગ્યા મળશે. ભારતીય ટીમે બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવી છે, પરંતુ બંને વખત ટીમ ઇન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. એક વખત ઓસ્ટ્રેલિયા અને એક વખત ન્યુઝીલેન્ડે તેનું ફાઈનલ જીતવાનું સપનું તૂટી ગયું હતું. આ વખતે પણ ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચવાની દાવેદાર છે, પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં મળેલી હારને કારણે તેની આશાઓને મોટો ફટકો પડ્યો છે.


ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને રોહિત શર્માની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી 3-0થી ગુમાવવી પડી હતી. ભારતીય ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે અને તેનું PCT 57.29 છે. ટીમ ઈન્ડિયાની વર્તમાન WTCમાં ત્રણ મેચ બાકી છે, જે તેણે માત્ર ઓસ્ટ્રેલિયા સામે રમવાની છે. જ્યારે પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ સ્થાને છે અને તેનો PCT 60.71 છે.


હવે જો ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાનું સપનું પૂરું કરવું હોય તો ઓસ્ટ્રેલિયા સામેની બાકીની ત્રણ ટેસ્ટ મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. તેના માટે આ જ રસ્તો બચ્યો છે. કારણ કે આગામી ત્રણ ટેસ્ટ મેચ જીત્યા બાદ તેનો PCT 64.03 થઈ જશે, જે ફાઇનલમાં પહોંચવા માટે પૂરતો હશે. ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમ તેનાથી ઉપર જઈ શકશે નહીં. તે જ સમયે, જો ભારતીય ટીમ બે ટેસ્ટ મેચ જીતે છે અને એક ડ્રો થાય છે, તો તેણે અન્ય ટીમો પર નિર્ભર રહેવું પડશે, જેમાં જો અને તોની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.


કારણ કે હાલમાં દક્ષિણ આફ્રિકા-શ્રીલંકા અને ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. આ શ્રેણીના પરિણામો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલ પર અસર કરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની રેસ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની ટીમો માટે બહાર છે. જ્યારે શ્રીલંકા અને દક્ષિણ આફ્રિકા રેસમાં યથાવત છે. બાદમાં શ્રીલંકાને ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે જે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.


આ પણ વાંચો....


IND vs AUS: ટીમ ઈન્ડિયાની કારમી હારના 5 ગુનેગારો, બીજી ટેસ્ટમાં દિગ્ગજ ખેલાડીઓ રહ્યા ફ્લોપ