આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર પૃથ્વી શોએ પોતાના માટે એક કાર ખરીદી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર કારની તસવીર શેર કરી છે. આ તસવીર તેની નવી BMW કારની છે. પૃથ્વીએ તેના પિતા પંકજ શો સાથે નવી કારની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, 'નીચેથી શરૂ કરીને આપણે આજે અહીં છીએ.' પૃથ્વી શોએ વ્હાઇટ કલરની BMW 6 Series GT 630i M Sport  કાર ખરીદી છે.


BMW 6 Series GT 630i M Sport કારની કિંમત એક્સ-શોરૂમ 68.50 લાખ છે. 6 સીરીઝ ગ્રેન ટૂરિસ્મોનું ફેસલિફ્ટ ભારતમાં આ વર્ષની શરૂઆતમાં અનેક વિઝ્યુઅલ અપડેટ્સ અને નવી સુવિધાઓ સાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.



BMW 6 Series GT વેરિએન્ટ BMW 6 Series GT ત્રણ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેના ત્રણ વેરિએન્ટ 630i M સ્પોર્ટ, 620d લક્ઝરી લાઇન અને 630d M સ્પોર્ટ છે. કારની કિંમત 68.50 લાખથી શરૂ થાય છે અને એક્સ-શોરૂમ 79.20 લાખ રૂપિયા સુધી જાય છે.


BMW 6 Series GT 630i M Interior આ કાર  કોપસ્ટાઇલ  ડિઝાઇનની  કરવામાં આવી છે. તે આગળના ભાગમાં વિશાળ કિડની ગ્રિલ, રીસ્ટાઈલ  હેડલાઇટ અને રિવાઈઝ્ડ બમ્પર મેળે છે. અંદરથી તરફ કેબિન ખૂબ જ શાનદાર છે જેમાં વાયરલેસ એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો કનેક્ટિવિટી સાથે  12.3 ઇંચની ટચસ્ક્રીન મળે છે. 


BMW 6 Series GT 630i M Sport Features અન્ય ફીચર્સમાં 12.3 ઈંચની ડિજિટલ ઈન્સ્ટ્રમેટ કંસોલ, એમ્બિયન્ટ લાઈટિંગ, 360 ડિગ્રી કેમેરા, 4 ઝોન ક્લાઈમેન્ટ કંટ્રોલ, ઈલેકટ્રીકલી એડજેસ્ટેબલ રિયલ સીટ અને અન્ય ઘણ સામેલ છે. 


 


ICC ટી- 20 વર્લ્ડકપમાં અત્યાર સુધી બન્યા છે આ અદભૂત રેકોર્ડ, જાણીને તમે પણ રહી જશો દંગ, કરો એક નજર.............


વર્લ્ડ ટી20 ક્રિકેટમાં કેટલાય અનોખા રેકોર્ડ બન્યા છે, વર્લ્ડમાં સૌથી પહેલી ટી20 મેચ વર્ષ 2004 માં ઓકલેન્ડમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ફ્રેન્ડલી ટી20 મેચ રમાઇ હતી. આ ફોર્મેટની વધતી લોકપ્રિયતાથી આને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સામેલ કરવામાં આવ્યુ અને અને લોકોને ખુબ પસંદ આવ્યુ. અહીં અમે તમને ટી20 વર્લ્ડકપમાં બનેલા કેટલાક ખાસ અને અનોખા રેકોર્ડ વિશે માહિતી આપી રહ્યાં છીએ.  જુઓ.........



Most Runs: ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રનની વાત કરવામાં આવે તો શ્રીલંકાના મહેલા જયવર્ધને (Mahela Jayawardene)ના નામે આ રેકોર્ડ નોંધાયેલો છે. તેને 31 ઇનિંગમાં 6 ફિફ્ટી અને 1 સદીની સાથે 39.07ની એવરેજથી 1,016 રન બનાવ્યા છે. જોકે ટી20 વર્લ્ડકપમાં ટૉપ 5 સૌથી વધુ રન બનાવનારાઓના લિસ્ટમાં એકમાત્ર ભારતીય ખેલાડી વિરાટ કોહલી (Virat kohli) છે. તેને 16 મેચોમાં 86.33ની શાનદાર એવરેજની સાથે 777 રન બનાવ્યા છે. 



Highest Score: વળી, T20 ટી20 વર્લ્ડકપમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કૉર બ્રેન્ડન મેક્કુલમ (Brendon McCullum)નો છે. મેક્કુલમે 2012માં બાંગ્લાદેશ વિરુદ્ધ 58 બૉલમાં 123 રન બનાવ્યા. તેને આ ઇનિંગમાં 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. ન્યૂઝીલેન્ડે આ મેચ 59 રનથી જીતી લીધી હતી. 



Most Century: ટી20 વર્લ્ડકપ  (T20 World Cup)માં સૌથી વધુ સદી વેસ્ટ ઇન્ડિઝના ટી20 દિગ્ગજ ક્રિસ ગેલ (Chris Gayle)ની છે. ગેલે ટી20 વર્લ્ડકપમાં બે સદી ફટકારી છે, જ્યારે 6 અન્ય ખેલાડીઓના નામે એક-એક સદી છે. 


Fastest Century- ક્રિસ ગેલે 2016માં ઇંગ્લન્ડ સામે 48 બૉલમાં સદી ફટકારી હતી. 



Fastest Fifty- યુવરાજ સિંહે 2007 વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા હતા, આની સાથે જ તેને માત્ર 12 બૉલમાં સૌથી ફાસ્ટ ફિફ્ટી બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.



Highest Partnership - જયવર્ધને અને સંગાકારાએ 2010 ટી20 વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ બીજી વિકેટ માટે 166 રન બનાવ્યા. આ ટી20 વર્લ્ડકપમાં સૌથી મોટી પાર્ટનરશીપ છે.



Most Fifties- મેથ્યૂ હેડન અને વિરાટ કોહલીના નામે એક સિંગલમાં સૌથી વધુ ફિફ્ટી છે.



Most Runs in a Tournament- વિરાટ કોહલીના નામે એક ટી20 વર્લ્ડકપ સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. 2014 ટી20 વર્લ્ડકપમાં 6 ઇનિંગમાં તેના નામે 319 રન છે.