Ruturaj Gaikwad Diamond Duck: ભારતીય ઓપનર ઋતુરાજ ગાયકવાડ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 મેચમાં 'ડાયમંડ ડક'નો શિકાર બન્યો હતો. વાસ્તવમાં, જો કોઈ બેટ્સમેન કોઈ બોલ રમ્યા વિના આઉટ થઈ જાય, તો તેને 'ડાયમંડ ડક' કહેવામાં આવે છે. યશસ્વી જયસ્વાલે શોટ રમ્યો, ત્યાર બાદ ઋતુરાજ ગાયકવાડ બીજો રન લેવા દોડ્યો, પરંતુ યશસ્વી જયસ્વાલ પોતાની ક્રિઝ પર પાછો ફર્યો. પરિણામે રૂતુરાજ ગાયકવાડે રન આઉટ થવું પડ્યું હતું. આ રીતે ઋતુરાજ ગાયકવાડ એકપણ બોલ રમ્યા વિના શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો.


 






ગાયકવાડ પહેલા આ ખેલાડીઓ 'ડાયમંડ ડક' પર આઉટ થઈ ચૂક્યા છે


જોકે, ઋતુરાજ ગાયકવાડ T20માં 'ડાયમંડ ડક' પર આઉટ થનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો હતો. આ પહેલા જસપ્રીત બુમરાહ 'ડાયમંડ ડક'નો શિકાર બન્યો હતો. જસપ્રીત બુમરાહ 2016માં પુણેમાં શ્રીલંકા સામે 'ડાયમંડ ડક' પર આઉટ થયો હતો. આ પછી અમિત મિશ્રા T20 ફોર્મેટમાં 'ડાયમંડ ડક' પર પેવેલિયન પરત ફરનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો. 2017માં અમિત મિશ્રા નાગપુરમાં ઈંગ્લેન્ડ સામે 'ડાયમંડ ડક' પર આઉટ થયો હતો. તે જ સમયે, હવે ઋતુરાજ ગાયકવાડ 'ડાયમંડ ડક' પર આઉટ થયો હતો. T20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં 3 ભારતીય બેટ્સમેન 'ડાયમંડ ડક'નો શિકાર બની ચૂક્યા છે.


રોમાંચક મેચમાં ભારતે ઓસ્ટેલિયાને ધૂળ ચટાડી


 સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવીને ચાહકોને થોડી રાહત આપી હશે. પ્રથમ વખત ભારતની કમાન સંભાળી રહેલા સૂર્યકુમારે 190.48ના સ્ટ્રાઈક રેટથી 80 રન બનાવીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય ઈશાન કિશને 58 રનની ઈનિંગ રમી હતી. બાકીનું કામ રિંકુ સિંહે 22 રન બનાવીને પૂરું કર્યું હતું. રિંકુએ સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. ટી20 ઈન્ટરનેશનલમાં ભારતનો આ સૌથી મોટો રન ચેઝ છે.


વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 208 રન બનાવ્યા હતા. ટીમ માટે જોશ ઈંગ્લિશે 50 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 110 રન બનાવ્યા હતા જે ટીમને જીત અપાવી શક્યા ન હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 19.5 ઓવરમાં 8 વિકેટે જીત મેળવી હતી. ભારત માટે ટી20 ઈન્ટરનેશનલમાં આ સૌથી મોટો રન ચેઝ હતો, જે સૂર્યકુમારની કેપ્ટનશીપ હેઠળ થયો છે.