Indian team squad for NZ test series: બીસીસીઆઈએ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા ટીમના કેપ્ટન છે જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પગલાથી સંકેત મળે છે કે બુમરાહને રોહિત શર્માની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ સંભાળવા માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં બાંગ્લાદેશ સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ દરમિયાન કોઈ ઉપકેપ્ટન નહોતો.
અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે આ વખતે ટીમને ઘટાડીને 15 કરવામાં આવી છે જેમાં અનકેપ્ડ ડાબોડી ઝડપી બોલર યશ દયાલનો સમાવેશ કરવામાં આવ્યો નથી. યશ દયાલ બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાનો ભાગ હતા પરંતુ આ વખતે ટીમમાં સામેલ નથી. લખનઉમાં બંગાળ સામે ઉત્તર પ્રદેશની રણજી ટ્રોફી મેચ દરમિયાન ખભામાં ઈજા થવાને કારણે તેઓ બહાર થઈ ગયો. આ જ કારણે તેમની પસંદગી ટીમમાં કરવામાં આવી નથી.
26 વર્ષીય યશ દયાલ IPLમાં ચમકવા બાદ ટીમ ઈન્ડિયાનો ભાગ બન્યા હતા પરંતુ હવે ઈજાને કારણે તેમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમમાં હર્ષિત રાણા, નિતિશ કુમાર રેડ્ડી, મયંક યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણાને ટ્રેવલિંગ રિઝર્વ તરીકે રાખવામાં આવ્યા છે. ભારત અને ન્યૂઝીલેન્ડની ટેસ્ટ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સ્થિતિમાં યજમાન ટીમ ઈન્ડિયા ત્રણેય મેચમાં જીત મેળવવાનો પ્રયાસ કરશે.
ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝ માટે 15 સભ્યોની ભારતીય ટીમ:
રોહિત શર્મા (કપ્તાન), જસપ્રીત બુમરાહ (ઉપ કપ્તાન), યશસ્વી જૈસવાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.
ભારત સામેની ટેસ્ટ શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ટીમઃ
ટોમ લાથમ (કેપ્ટન), ટોમ બ્લંડેલ (વિકેટ-કીપર), માઈકલ બ્રેસવેલ (માત્ર પ્રથમ ટેસ્ટ), માર્ક ચેપમેન, ડેવોન કોનવે, મેટ હેનરી, ડેરીલ મિશેલ, વિલ ઓ'રર્કે, ઈજાજ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, બેન સીયર્સ, ઈશ સોઢી (માત્ર બીજી અને ત્રીજી ટેસ્ટ), ટિમ સાઉથી, કેન વિલિયમસન, વિલ યંગ
આ પણ વાંચોઃ