શોધખોળ કરો

IND A vs PAK A: ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું, મેળવી 8 વિકેટે જીત

IND A vs PAK A: ભારતીય મહિલા A ટીમે મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સમાં પાકિસ્તાન સામે શાનદાર વિજય મેળવ્યો, મેચ 8 વિકેટથી જીતી.

Women Asia Cup Rising Stars: ભારતીય મહિલા A ટીમે વુમન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ટુર્નામેન્ટમાં 15 ફેબ્રુઆરીએ પાકિસ્તાની વુમન્સ A ટીમ સામે બેંગકોકના સ્ટેડિયમમાં રમાયેલી ગ્રુપ-A સ્ટેજની મેચમાં તેમને ખરાબ રીતે હરાવીને 8 વિકેટથી શાનદાર જીત મેળવી છે. ટીમ ઈન્ડિયાનું આ મેચમાં બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ભારતે પહેલા પાકિસ્તાની ટીમને 18.5 ઓવરમાં 93 રન પર ઓલઆઉટ કરી દીધી હતી અને ત્યારબાદ આ ટાર્ગેટ માત્ર 2 વિકેટ ગુમાવીને 10.1 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી ટાર્ગેટનો પીછો કરતી વખતે વૃંદા દિનેશની બેટિંગનું કૌશલ્ય જોવા મળ્યું હતું, જેમાં તેણે માત્ર 29 બોલમાં 55 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

વૃંદા અને અનુષ્કા શર્મા સામે પાકિસ્તાની બોલરો લાચાર દેખાયા

પાકિસ્તાની મહિલા A ટીમને 93 રન પર રોક્યા બાદ સૌની નજર ભારતીય બેટ્સમેનોના પ્રદર્શન પર હતી. ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી નહોતી, જેમાં હુમૈરા કાઝી ખાતું ખોલાવ્યા વિના જ શૂન્ય રને પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ બેટિંગ કરવા આવેલી અનુષ્કા શર્માએ વૃંદા દિનેશ સાથે મળીને માત્ર ઇનિંગને સંભાળી જ નહીં, પરંતુ બંનેએ ખૂબ જ ઝડપથી રન પણ બનાવ્યા. પ્રથમ 6 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટે 63 રન હતો. ત્યારબાદ અનુષ્કા શર્મા 26 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 24 રન બનાવીને આઉટ થઈ હતી. વૃંદા અને અનુષ્કા વચ્ચે પ્રથમ વિકેટ માટે 79 રનની ભાગીદારી થઈ હતી. અનુષ્કાના આઉટ થયા બાદ તેજલ હસબનીસ મેદાનમાં ઉતરી અને તેણે વૃંદા સાથે મળીને ટીમને જીત અપાવી. વૃંદાએ આ મેચમાં 29 બોલમાં અણનમ 55 રન બનાવ્યા, જેમાં તે 12 ચોગ્ગા મારવામાં સફળ રહી. જ્યારે તેજલ હસબનીસે 5 બોલમાં અણનમ 12 રન બનાવ્યા હતા.

રાધા, પ્રેમા અને સાઈમાએ બોલિંગમાં કમાલ કરી

ભારતીય બોલરોના પ્રદર્શનની વાત કરીએ તો કેપ્ટન રાધા યાદવ, પ્રેમા રાવત અને સાઈમા ઠાકોરનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. પાકિસ્તાની બેટ્સમેનો આ બોલરો સામે લાચાર દેખાયા હતા. કેપ્ટન રાધા યાદવે પોતાની 3 ઓવરમાં માત્ર 11 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે પ્રેમા રાવતે 3 ઓવરમાં 16 રન આપીને 2 વિકેટ અને સાઈમા ઠાકોરે તેની 4 ઓવરમાં 14 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત જિંતીમણી કલિતા અને મીનુ મણીએ પણ 1-1 વિકેટ લીધી હતી. આ મેચમાં પાકિસ્તાની ટીમના 8 બેટ્સમેનો ડબલ ફિગર (દસથી વધુ રન) સુધી પણ પહોંચી શક્યા નહોતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
T20 WC: ટીમ ઇન્ડિયાને ₹27 કરોડ, પણ સંજુ સેમસન પર થયો અલગથી પૈસાનો વરસાદ!
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા હવે ક્યારે મેદાનમાં ઉતરશે? જાણો સંપૂર્ણ શેડ્યૂલ
T20 World Cup જીત્યા બાદ ધોનીની પોસ્ટ વાયરલ, કોચ ગૌતમ ગંભીરને લઈ આ શું બોલી ગયો માહી
T20 World Cup જીત્યા બાદ ધોનીની પોસ્ટ વાયરલ, કોચ ગૌતમ ગંભીરને લઈ આ શું બોલી ગયો માહી
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Prize Money: વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને મળેલી ઈનામી રકમ પર કેટલો લાગશે ટેક્સ, જાણો કોને કેટલી રકમ મળશે?
Advertisement

વિડિઓઝ

ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાને આપ્યા અભિનંદન, દિકરાને ગળે લગાવી જીતની ખુશી કરી વ્યક્ત
Valsad Fishermen : યુદ્ધ વચ્ચે ખાડી દેશોમાં ફસાયા વલસાડના માછીમારો
Himatnagar Looteri Dulhan : હિંમતનગરમાંથી ઝડપાઈ લૂંટેરી દુલ્હન ગેંગ
Hun To Bolish : હું તો બોલીશ : તમાકુનું વેચાણ બંધ કરાવવાની જવાબદારી શિક્ષકોની?
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી બહેનોનું દર્દ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
સુરતમાં બે વિદ્યાર્થિનીના આત્મહત્યાના કેસમાં પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસો, બંનેનું પ્રેમી સાથે....
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
ગુજરાતમાં માથું ફાડી નાખે તેવી ગરમી! 17 જિલ્લામાં હીટવેવનું એલર્ટ, જાણો તમારા શહેરની સ્થિતિ
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
રાંધણ ગેસ બુકિંગના નિયમમાં મોટો ફેરફાર: હવે આટલા દિવસે મળશે નવો બાટલો, ભાવ પણ વધ્યા
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
ઈરાન યુદ્ધ અને $114 ક્રૂડ ઓઈલ! શું ભારતમાં વધશે મોંઘવારી? નિર્મલા સીતારમણે આપ્યો જવાબ
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
Stock Market Highlights: શેર બજારમાં હાહાકાર, સેન્સેકસ 1353 અને નિફ્ટી 422 પોઈન્ટના ઘટાડા સાથે બંધ 
યુદ્ધના કારણે ઓઈલની કિંમતોમાં ભયંકર આગ, 2022 બાદ પ્રથમ વખત કિંમત 100 ડૉલરને પાર

Embed widget