3. વિરાટ કોહલી
આ યાદીમાં ત્રીજા નંબર પર વિરાટ કોહલીનું નામ છે. વિરાટ કોહલીને આઈપીએલમાં અત્યાર સુધીમાં 126.2 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. વિરાટ કોહલી 2008માં આરસીબી સાથે જોડાયો હતો અને અત્યાર સુધી તે આ જ ટીમ સાથે જોડાયેલ છે. વિરાટે અત્યાર સુધીમાં 177 મેચમાં કુલ 5412 રન ફટકાર્યા છે. તેનો સૌથી હાઈએસ્ટ સ્કોર 113 રન છે જે તેણે 2016માં કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ માર્યા હતા.
વિરાટ કોહલીને આરસીબીએ 2020માં 17 કરોડમાં ખરીદ્યો હતો. આ રકમ પ્રથમ સીઝનના 12 કરોડ કરતાં ઘણી વધારે છે.
IPL 2020 પગાર – 17
IPL મનીબોલ રેન્ક – 3
IPL કુલ મનીબોલ પગાર – 126.2 Crores
IPL 2020 ટીમ – Royal Challengers Bangalore (RCB)
IPL રન – 5412
2. રોહિત શર્મા
કમાણીના મામલે રોહિત શર્મા બીજા નંબર પર છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં કુલ 131.6 કરોડ રૂપિયાની કમાણી છેલ્લા 13 વર્ષમાં કરી છે. આઈપીએલની શરૂઆત રોહિત શર્માએ ડેક્કન ચાર્જીસ સાથે કરી હતી. બાદમાં 2011માં રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયો. 2013માં તેણે ટીમ માટે કેટલીક મેચમાં કેપ્ટનશિપ કરી હતી અને ટીમને આઈપીએલ ટ્રોફી અપાવી હતી. રોહિત શર્માને વર્ષ 2020માં મુંબઈ ઇન્ડિયન્સે 15 કરોડમાં રિટેઇન કર્યો હતો. નોંધનીય છે કે, રોહિત શર્માને પ્રથમ સીઝનમાં માત્ર 3 કરોડ રૂપિયા મળ્યા હતા.
IPL 2020 પગાર – 15
IPL મનીબોલ રેન્ક – 2
IPL કુલ મનીબોલ પગાર – 131.6 Crores
IPL 2020 ટીમ – Mumbai Indians (MI)
IPL રન – 4898
1. એમએસ ધોની
કમાણીના મામલે મહેન્દ્ર સિંહ ધોની ટોપ પર છે. ધોનીની આઇપીએલના 13 વર્ષમાં અત્યાર સુધીની કુલ કમાણી 137.8 કરોડ રૂપિયા પગાર તરીકે મળ્યા છે. ધોની ચેન્નઈ સુપરકિંગ્સ માટે 11 વર્ષ રમ્યો જ્યારે 2016 અને 2017માં ધોની રાઇઝિંગ પુને સુપરજાયન્ટ માટે રમ્યો હતો. આ બે વર્ષ દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
બાદમાં ધોની ફરી સીએસકે સાથે જોડાયો. સીએસકેએ 2020માં તેને 15 કરોડમાં રિટેન કર્યો હતો. તેનો પગાર પ્રથમ સીઝનના 6 કરોડ કરતાં 150 ટકા વધીને 15 કરોડ થઈ ગયો છે.
IPL 2020 પગાર – 15
IPL મનીબોલ રેન્ક – 1
IPL કુલ મનીબોલ પગાર – 137.8 Crores
IPL 2020 ટીમ –Chennai Super Kings (CSK)
IPL રન – 4432