IPL 2020 KXIP vs RCB: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી છઠ્ઠી આઈપીએલ મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 97 રનથી હરાવી દીધી હતી. તેની સાથે પંજાબે એક હાર બાદ સીઝનમાં પહેલીવાર અને દમદાર જીત મેળવી છે. મુરુગન અશ્વિન અને રવિ વિશ્નોઈએ ત્રણ ત્રણ વિકેટ ઝડપી હતી.


207 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમ 17 ઓવરમાં 109 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આરસીબી તરફથી વોશિંગ્ટન સુંદરે 30 રન અને એબી ડિલિવિયર્સ 28 રન બનાવ્યા હતા.

આ પહેલા મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. પંજાબે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 206 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 132 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. બેંગ્લોર તરફથી શિવમ દુબેએ 2 વિકેટ લીધી હતી.

કેએલ રાહુલની શાનદાર

પંજાબના ઓપનર મયંક અગ્રવાલ (26 રન) અને લોકેશ રાહુલે પ્રથમ વિકેટ માટે 57 રનની પાર્ટનરશિપ કરી હતી. લોકેશ રાહુલે 69 બોલમાં 7 ગગનચુંબી છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી 132 રન બનાવ્યા હતા. શિવમ દુબે 8 બોલમાં 15 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

RCB ની પ્લેઇંગ ઇલેવન

એરોન ફિંચ, દેવદત્ત પડ્ડિકલ, વિરાટ કોહલી, એબી ડિલિવિયર્સ, જોશ ફિલિપ, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, ઉમેશ યાદવ, ડેલ સ્ટેન, યુઝવેંદ્ર ચહલ

KXIP ની પ્લેઇંગ ઇલેવન

કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, કરૂણ નાયર, ગ્લેન મેક્સવેલ, નિકોલસ પૂરન, સરફરાઝ ખાન, જેમ્સ નિશામ, મોહમ્મદ શમી, મુરુગન અશ્વિન, શેલ્ડન કોટરેલ, રવિ બિશ્નોઈ