IPL 2020 : આઈપીએલ સીઝન 13ના 15મી મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રૉયલ્સને આઠ વિકેટથી હરાવી દીધું હતું. આ સીઝનમાં બેંગ્લોરની આ ત્રીજી જીત છે. તેની સાથે જ વિરાટ કોહલીની આરસીબી ટીમ પોઈન્ટ ટેબરમાં પ્રથમ નંબરે પહોંચી ગઈ છે.

જો કે, આરસીબીની નેટ રન રેટ નેગેટિવ છે. એવામાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે શારજાંહમાં રમાઈ રહેલી મેચ પૂરી થયા બાદ પોઈન્ટ ટેબલની તસવીર એકવાર ફરી બદલાઈ જશે.

RCBએ આ સીઝનમાં પોતાની ચાર મેચમાંથી ત્રણમાં જીત મેળવી છે. આ રીતે તે 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. પરંતુ નેટ રન રેટ -0.954 છે. પોઈન્ટ ટેબલમાં બીજા,ત્રીજા અને ચોથા નંબરની ટીમનો નેટ રન રેટ પ્લસમાં છે.

ચાર પોઈન્ટ સાથે દિલ્હી કેપિટલ્સ ત્રીજા અને કોલકાતા પણ ચાર પોઈન્ટ સાથે ચોથ નંબરે છે. દિલ્હીનો નેટ રન રેટ +0.483 છે, કોલકાતાનો +0.117 છે. એવામાં આજે રમાઈ રહેલી મેચમાં જે પણ ટીમ જીતશે તે પોઈન્ટ ટેબલમાં પ્રથમ નંબરે પહોંચી જશે.

આ સીઝનમાં સૌથી ચૌંકાવનારી વાત એ છે કે, ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સૌથી નીચે આઠમાં નંબરે છે. ચેન્નઈએ અત્યાર સુધી ચાર મેચ રમી છે. જેમાંથી માત્ર એક જ મેચ જીતી છે. તેનો રન રેટ -0.719 છે. આઈપીએલના ઈતિહાસમાં પ્રથમવાર એવું બન્યું છે કે, ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.