ખાસ વાત છે કે ગયા વર્ષના ખરાબ પ્રદર્શન બાદ શેન વૉટસન જેવા દિગ્ગજે સન્યાસની જાહેરાત કરી દીધી હતી, આ પછી ટીમ મુશ્કેલીમાં મુકાઇ ગઇ હતી. સીએસકેએ મોટુ ડિસીઝન લેતા કેદાર જાધવ, હરભજન સિંહ અને પીયુષ ચાવલા જેવા ખેલાડીઓને રિલીઝ કરી દીધા હતા. જેની ભરપાઇ આ મીની ઓક્શનમાં સીએસકેએ કરી લીધી છે.
ટીમની સાથે જોડાયા નવા ખેલાડીઓ...
મોઇન અલી, કૃષ્ણપ્પા ગૌતમ, ચેતેશ્વર પુજારા, હરિશંકર રેડ્ડી, કે ભગત શર્મા, હરિ નિશાંત.
Chennai Super Kings Full Squad:--
એમએસ ધોની (કેપ્ટન), સુરેશ રૈના, અંબાતી રાયડુ, કેએમ આસિફ, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, ફાક ડૂ પ્લેસીસ, ઇમરાન તાહિર, એન જગદીસન, કર્ણ શર્મા, લુંગી એનગીડી, મિશેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ, શાર્દૂલ ઠાકુર, સેમ કરન, જૉશ હેઝલવુડ, આર સાઇ કિશોર, રૉબિન ઉથપ્પા, મોઇન અલી, કૃષ્ણપ્પા ગૌતમ, ચેતેશ્વર પુજારા, હરિશંકર રેડ્ડી, કે ભગત, હરિ નિશાંત.
સીએસકેની ટીમે સૌથી મોટો દાવ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલી પર લગાવ્યો છે. મોઇન અલીને સીએસકેએ 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે ચેતેશ્વર પુજારાને 50 લાખમાં ખરીદીને દિગ્ગજના સન્માનને જાળવી રાખ્યુ છે.