ગૌતમ ગંભીરની આગેવાનીમાં કેકેઆરની ટીમ બે વખત આઈપીએલ વિજેતા બની હતી. ગંભીરે કહ્યું, “મને સમજાતું નથી કે વિરાટ કોહલી કેવી રીતે આરસીબીનો કેપ્ટન છે. 8 વર્ષ થઈ ગયા છે તેને કેપ્ટન બન્યે પરંતુ એક વકથ પણ પોતાની ટીમને વિજેતા નથી બનાવી શક્યો.”
આ પ્રથમ તક નથી જ્યારે ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર સવાલ ઉઠાવ્યા હોય. આઈપીએલની 13મી સીઝન બાદ પણ ગંભીરે રોહિત શર્મને વિરાટ કોહલી કરતાં સારો કેપ્ટન ગણાવ્યો હતો. તેની સાથે જ ગંભીરે કહ્યું હતું કે આઈપીએલમાં જેટલી તક વિરાટ કોહલીને મળી છે એટલી તક બીજા કોઈ ખેલાડીને નથી મળી.
હરાજી માટે 35 કરોડ રૂપિયા
જણાવીએ કે, સીઝન પહેલા આરસીબીએ 10 ખેલાડીઓને રિલીઝ કર્યા છે. રિલીઝ કરવામાં આવેલ ખેલાડીઓમાં ફિંચ, મોઈ અલી જેવા મોટા સ્ટાર ખેલાડી સામેલ છે. પાર્થિવ પટેલનું નામ પણ રિલીઝ ખેલાડીઓની યાદીમાં સામેલ હતું. પાર્થિવ પટેલે પહેલા જ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી.
આરસીબીની પાસે હરાજી માટે 35.7 કરોડ રૂપિયા છે. આરસીબી આ સીઝનમાં કોઈ વિદેશી ઓલરાઉન્ડર અને ફાસ્ટ બોલર પર મોટો દાવ લગાવી શકે છે.