Lucknow Super Giants: IPL 2023 માટે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે નવી ખૂબ જ શાનદાર  જર્સી લોન્ચ કરવામાં આવી છે.  મંગળવારે બપોરે, ફ્રેન્ચાઇઝના માલિક સંજીવ ગોયન્કા, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ, ટીમના માર્ગદર્શક ગૌતમ ગંભીર અને કેપ્ટન કેએલ રાહુલે આ ન્યુ જર્સી લોન્ચ કરી હતી.  આ દરમિયાન, દીપક હૂડા અને જયદેવ ઉનાદકટ પણ આ કાર્યક્રમમાં હાજર હતા.


લખનઉ  ટીમની આ નવી જર્સીનો રંગ તેની જૂની જર્સીથી સંપૂર્ણપણે અલગ છે. આ સમયે જર્સીને વાદળી રંગ આપવામાં આવ્યો છે. નારંગી અને લીલા પટ્ટાઓ પણ અહીં જોવા મળે છે. લખનઉ સુપર જાયન્ટ્સના ટ્વિટર હેન્ડલ પર  આ જર્સી  સંબંધિત સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે. સાથે  કહેવામાં આવ્યું છે કે આ જર્સીને આ રંગ અને ડિઝાઇન કેમ આપવામાં આવી છે.