Royal Challengers Bengaluru vs Delhi Capitals Scorecard:  તોફાની શરૂઆત કરનાર આરસીબીની ટીમ અંતમાં વિખેરાઈ ગઈ. એક સમયે 12 ઓવરમાં 3 વિકેટે 122 રન બનાવનાર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ 20 ઓવરમાં માત્ર 175 રન જ બનાવી શકી. નવાઈની વાત એ રહી કે છેલ્લી પાંચ ઓવરમાં માત્ર 29 રન જ બન્યા.

Continues below advertisement

 

Continues below advertisement

આરસીબી માટે ફિલ સોલ્ટે 38 બોલમાં 63 રનની ઇનિંગ રમી. ટિમ ડેવિડે 17 બોલમાં 26 રન બનાવ્યા. આ બંને સિવાય કોઈ પણ બેટ્સમેન ટકીને રમી શક્યો નહીં. જિતેશ શર્માએ તો 20 બોલમાં માત્ર 14 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ માટે લુંગી એનગિડી, કેપ્ટન અક્ષર પટેલ અને કુલદીપ યાદવે બે-બે વિકેટ ઝડપી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પ્રથમ બેટિંગ કરતા 175 રન બનાવ્યા છે. બેંગલુરુની ટીમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં છેલ્લા 6 મુકાબલામાં એક પણ મેચ હારી નથી, પરંતુ આજે બેંગલુરુના ધુરંધરો દિલ્હી કેપિટલ્સની બોલિંગ જાળમાં ફસાતા જોવા મળ્યા હતા. ટિમ ડેવિડે માત્ર 26 રન બનાવ્યા, પરંતુ એક ઐતિહાસિક કીર્તિમાન રચી દીધો છે. બીજી તરફ ફિલ સોલ્ટે દમદાર અડધી સદી ફટકારી, પરંતુ વિરાટ કોહલી ફ્લોપ રહ્યો.

ટિમ ડેવિડે રચ્યો ઈતિહાસ, સોલ્ટની વિસ્ફોટક બેટિંગ

ટિમ ડેવિડે આ મુકાબલામાં 17 બોલ રમીને 26 રન બનાવ્યા. આ નાની ઇનિંગ દરમિયાન તેમણે પોતાની IPL કરિયરમાં 1000 રન પૂરા કરી લીધા છે. બોલની દ્રષ્ટિએ ડેવિડ આઈપીએલમાં બીજો સૌથી ઝડપી એક હજાર રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ડેવિડે 560 બોલમાં એક હજાર રન પૂરા કર્યા. તેમનાથી આગળ માત્ર આન્દ્રે રસેલ છે, જેમણે 545 બોલમાં એક હજાર રન પૂરા કર્યા હતા.

આ વખતે ફિલ સોલ્ટે તબાહી મચાવતા 38 બોલમાં 63 રનની દમદાર અડધી સદીની ઇનિંગ રમી. વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલ અનુક્રમે 19 રન અને 18 રન બનાવીને આઉટ થયા હતા. વળી, ફોર્મમાં ચાલી રહેલા કેપ્ટન રજત પાટીદાર પણ ફ્લોપ રહ્યો, જેમણે માત્ર 8 રન બનાવ્યા.

છેલ્લી 7 ઓવરમાં માત્ર 45 રન

એક સમયે RCBએ 13 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 132 રન બનાવી લીધા હતા. અહીંથી જ દિલ્હી કેપિટલ્સના બોલરોએ લગામ કસવાની શરૂ કરી. અંતિમ 7 ઓવરમાં બેંગલુરુની ટીમ માત્ર 45 રન બનાવી શકી અને 4 વિકેટ પણ ગુમાવી દીધી. ક્યાં બેંગલુરુની ટીમ 200 રનના સપના જોઈ રહી હતી, પરંતુ દિલ્હી તરફથી થયેલી ચુસ્ત બોલિંગના કારણે બેંગલુરુની ટીમ તે આંકડાથી ઘણી દૂર રહી ગઈ.