Kolkata Knight Riders vs Rajasthan Royals Highlights: કોલકાતા નાઈટ રાઈડર્સે આખરે IPL 2026 ની પ્રથમ જીત નોંધાવી દીધી છે. તેણે ઈડન ગાર્ડન્સ પર રાજસ્થાન રોયલ્સને 4 વિકેટથી હરાવ્યું છે. રિંકુ સિંહ અને અનુકૂલ રોયની અણનમ 76 રનની ભાગીદારીએ KKR ની જીતનું ખાતું ખોલાવ્યું. રાજસ્થાન રોયલ્સ માટે આ જીતેલી બાજી હારવા સમાન રહી, કારણ કે RR ના બોલરોએ 100 રનના સ્કોર પહેલા જ KKR ની 6 વિકેટ ઝડપી લીધી હતી.
ઈડન ગાર્ડન્સ પર રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 155 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 85 ના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ રિંકુ સિંહ અને અનુકૂલ રોયની દમદાર અને સમજદારીભરી રમતથી કોલકાતાને અંતિમ ઓવરમાં રોમાંચક જીત મળી હતી.
હારેલી બાજી જીત્યું KKR, ખુલી ગયું જીતનું ખાતું
ઈડન ગાર્ડન્સ પર રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 155 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 85 ના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ રિંકુ સિંઘ અને અનુકૂલ રોયની દમદાર અને સમજદારીભરી રમતથી કોલકાતાને અંતિમ ઓવરમાં રોમાંચક જીત અપાવી.
હારેલી બાજી જીત્યું KKR, ખુલી ગયું જીતનું ખાતું
156 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. 5 રનના સ્કોર સુધીમાં તો બે વિકેટ પડી ગઈ હતી. કેમરૂન ગ્રીન સ્ટમ્પ આઉટ થઈ ગયો, જેમણે 27 રન બનાવ્યા અને કેપ્ટન અજિંક્ય રહાણે તો ખાતું પણ ખોલાવી શક્યો નહીં. જોતજોતામાં કોલકાતાએ 85 ના સ્કોર સુધી પહોંચતા 6 વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે KKR ના જીતવાની ટકાવારી માત્ર 16% હતી.
જીતની તકો જ્યારે 16 ટકા હતી ત્યારે રિંકુ સિંહ અને અનુકૂલ રોયે જવાબદારી લીધી. બંનેએ સમજદારીપૂર્વક ઇનિંગને આગળ વધારી. એક છેડે અનુકૂલ અડગ રહ્યો, જ્યારે બીજી તરફ રિંકુ સિંહ મોટા શૉટ્સ મારવાનું કામ કરતો રહ્યો. રિંકુએ 34 બોલમાં 53 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી, જ્યારે અનુકૂલ 29 રન બનાવીને અણનમ પરત ફર્યો.
2 ઓવરમાં બનાવવાના હતા 21 રન
18મી ઓવર સુધી મેચ ફસાયેલી હોય તેમ લાગતું હતું. કોલકાતાને અંતિમ 2 ઓવરમાં જીતવા માટે 21 રન બનાવવાના હતા, પરંતુ રિંકુ સિંહે નક્કી કરી લીધું હતું કે તેઓ KKR ને સીઝનની સૌથી પહેલી જીત અપાવીને જ રહેશે. 19મી ઓવરમાં અનુકૂલે જોફ્રા આર્ચરે જબરદસ્ત સિક્સર ફટકારી. આ ઓવરમાં 12 રન આવ્યા, જે બાદ અંતિમ ઓવરમાં કોલકાતાને 9 રન બનાવવાના હતા. આ પહેલા 18મી ઓવરમાં કરકસરભરી બોલિંગ કરનાર બૃજેશ શર્મા અંતિમ ઓવરમાં 9 રન ડિફેન્ડ કરી શક્યો નહીં.
