Chennai Super Kings vs Mumbai Indians: IPL 2026 માં આ શનિવારે એટલે કે આજે એક જ મેચ રમાશે. રવિવારે બે મુકાબલા થશે. આજે ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમ એટલે કે ચેપોકમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો સામસામે ટકરાશે. આ સીઝનમાં બંને ટીમોની આ બીજી મેચ છે. આ પહેલા વાનખેડેમાં ચેન્નાઈએ મુંબઈને હાર આપી હતી. હવે હાર્દિક પંડ્યાની MI ઘર આંગણે મળેલી હારનો બદલો લેવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

Continues below advertisement

 

મુંબઈ અને ચેન્નાઈ, બંને માટે IPL 2026 કંઈ ખાસ નથી વીતી રહ્યું. મુંબઈ પોઈન્ટ્સ ટેબલમાં 9 માં નંબર પર છે. 8 મેચોમાં માત્ર બે જ મેચ જીતી છે. એવામાં જો આજે મુંબઈ હારશે તો તે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ જશે. ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો તે પોઈન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને છે. ઋતુરાજ ગાયકવાડની ટીમ અત્યાર સુધી આઠ મેચોમાં ત્રણ મુકાબલા જીતી શકી છે.

Continues below advertisement

હેડ ટુ હેડમાં કોણ આગળ?

ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે 'હેડ ટુ હેડ'ની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળે છે. જોકે, મુંબઈ થોડું આગળ છે. ચેન્નાઈએ અત્યાર સુધી 19 વાર મુંબઈને હરાવ્યું છે, જ્યારે મુંબઈ 21 વાર ચેન્નાઈને હાર આપી ચૂક્યું છે. રસપ્રદ આંકડા 2023 થી અત્યાર સુધીના છે. તમને વિશ્વાસ નહીં આવે કે ચેન્નાઈ 2023 થી અત્યાર સુધીમાં મુંબઈને પાંચ વાર હરાવી ચૂક્યું છે, જ્યારે આ દરમિયાન MI એ માત્ર એક વાર જ CSK ને શિકસ્ત આપી છે.

આ પણ વાંચો...CSK vs MI: ક્યારે થશે મહેંદ્ર સિંહ ધોનીની ટીમમાં વાપસી? કોચ હસીએ આપ્યું લેટેસ્ટ અપડેટ

MA ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ રિપોર્ટ

ચેન્નાઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ સ્પિનરો માટે અનુકૂળ રહે છે. અહીં બહુ મોટા સ્કોર બનતા નથી. જોકે, આ મેચ રાત્રિની છે, તેથી ઝાકળ પડે છે કે નહીં તે જોવું રહ્યું. હાલમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

મેચ પ્રિડિક્શન

અમારું મેચ પ્રિડિક્શન મીટર કહી રહ્યું છે કે આ મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમની જીતની આશા વધારે છે. એટલે કે આજે સ્કોર ડિફેન્ડ થવાના ચાન્સ છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, અકીલ હુસૈન, નૂર અહેમદ, અંશુલ કંબોજ અને મુકેશ ચૌધરી.

ઈમ્પેક્ટ પ્લેયર: અમાન ખાન/ગુરજનપ્રીત સિંહ

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રિયાન રિકલ્ટન (વિકેટકીપર), વિલ જેક્સ, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોબિન મિંઝ, શાર્દુલ ઠાકુર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ અને અલ્લાહ ગઝનફર

. ઈમ્પેક્ટ પ્લેયર: મયંક માર્કન્ડે/અશ્વિની કુમાર