IPL 2026: ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયન્સે ગયા આવૃત્તિ માટે મેગા ઓક્શનમાં તેનr બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. જોકે અર્જુને 2025 માં એક પણ મેચ રમી ન હતી, IPL 2026 પહેલા ડિસેમ્બરમાં એક મીની ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. રિટેન્શન લિસ્ટ 15 નવેમ્બરે જાહેર કરવામાં આવશે, જેમાં જણાવવામાં આવશે કે કઈ ફ્રેન્ચાઇઝી કયા ખેલાડીઓને રિટેન કરે છે અને કયા ખેલાડીઓને રિલીઝ કરે છે. આ દરમિયાન, મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે મુંબઈ અર્જુન તેંડુલકરને રિલીઝ કરી શકે છે.
મુંબઈ ઇન્ડિયન્સ કયા ખેલાડીને અર્જુન તેંડુલકરની જગ્યાએ લેશે?
ક્રિકબઝના અહેવાલ મુજબ, મુંબઈ ઇન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે અર્જુન તેંડુલકર અને શાર્દુલ ઠાકુર અંગે વાટાઘાટો ચાલી રહી છે. સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે બંને ખેલાડીઓનો ટ્રેડ શક્ય છે, જોકે તે સંપૂર્ણપણે રોકડ ટ્રાન્સફર હોઈ શકે છે.
IPL ટ્રેડ નિયમો અનુસાર, ફક્ત BCCI જ સત્તાવાર રીતે કોઈપણ ટ્રાન્સફરની જાહેરાત કરી શકે છે, તેથી કદાચ બંને ફ્રેન્ચાઇઝી ટિપ્પણી કરવામાં ખચકાટ અનુભવે છે. મુંબઈ ક્રિકેટના નજીકના એક સ્ત્રોતે ક્રિકબઝને પુષ્ટિ આપી કે બંને વચ્ચે ટ્રેડ થવાની સંભાવના છે. થોડા દિવસોમાં જાહેરાત થવાની અપેક્ષા છે.
ગયા સિઝનમાં શાર્દુલ ઠાકુરનું પ્રદર્શન કેવું રહ્યું?
ગયા વર્ષે મેગા ઓક્શનમાં શાર્દુલ ઠાકુર વેચાયો ન હતો, ત્યારબાદ લખનૌ સુપર જાયન્ટ્સે તેને ₹2 કરોડમાં રિપ્લેસમેન્ટ તરીકે પોતાની ટીમમાં સામેલ કર્યો. ઠાકુરે 2025ની આવૃત્તિમાં કુલ 10 મેચ રમી હતી, જેમાં 13 વિકેટ લીધી હતી. ઠાકુરે સારી બેટિંગ પણ કરી હતી, જોકે પાછલી આવૃત્તિમાં તેણે બેટથી નોંધપાત્ર યોગદાન આપ્યું ન હતું.
અર્જુન તેંડુલકરની વાત કરીએ તો, તેને પાછલી આવૃત્તિમાં એક પણ મેચ રમવાની તક મળી ન હતી. અર્જુન પહેલી સિઝન (2023) થી મુંબઈ સાથે છે, પરંતુ ખાસ અસર કરવામાં નિષ્ફળ ગયો. 2023માં, અર્જુને 4 મેચ રમી હતી, જેમાં કુલ 3 વિકેટ લીધી હતી. 2024માં, તેણે ફક્ત 1 મેચ રમી હતી, જેમાં કોઈ વિકેટ લીધી ન હતી. નોંધવિય છે કે, અર્જન તેંડુલકર રણજીમાં ગોવાની ટીમ વતી રમે છે.