Riyan Parag Appointed Rajasthan Royals captain: રાજસ્થાન રોયલ્સે શુક્રવારે આઈપીએલ (IPL 2026) ના આગામી આવૃત્તિ માટે પોતાના કેપ્ટનની જાહેરાત કરી. છેલ્લા ઘણા સિઝનથી ટીમનું નેતૃત્વ કરનાર સંજુ સેમસન IPL ની 19મી સિઝન પહેલા ટ્રેડ દ્વારા ચેન્નાઈ સુપર કિંગ્સમાં ગયો. ટીમે CSK થી રાજસ્થાનમાં જોડાયેલા અનુભવી ખેલાડી રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપી નથી અને રિયાન પરાગને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.

 

IPLની પાછલી આવૃત્તિમાં સંજુ સેમસન અનફિટ હોવાથી રિયાન પરાગે ત્રણ મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. 23 માર્ચ, 2026 ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જ્યારે પરાગે પહેલી વાર ટીમનું નેતૃત્વ કર્યું, ત્યારે તે ટીમનું નેતૃત્વ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો.

પરાગ રાજસ્થાન રોયલ્સનો 7મો કેપ્ટન બન્યોરિયાન પરાગને IPL 2026 પહેલા પૂર્ણ-સમયનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો છે, જેનાથી તે ટીમનો કેપ્ટન બનનાર 7મો ખેલાડી બન્યો છે. શેન વોર્ન, રાહુલ દ્રવિડ, સ્ટીવ સ્મિથ, અજિંક્ય રહાણે અને સંજુ સેમસન બધાએ ટીમના કેપ્ટન તરીકે સેવા આપી છે.

પરાગનું અત્યાર સુધીનું IPL પ્રદર્શન2019 IPL સીઝનમાં, રિયાન પરાગે વિશ્વ ક્રિકેટની સૌથી મોટી T20 લીગમાં પ્રવેશ કર્યો હતો. તે છેલ્લી સાત સીઝનથી રાજસ્થાન રોયલ્સનો ભાગ છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 2024 IPL સીઝનમાં આવ્યું હતું, જેમાં તેણે 52.09 ની સરેરાશથી 573 રન બનાવ્યા હતા. રિયાન પરાગે કુલ 84 IPL મેચ રમી છે, જેમાં તેણે 26.1 ની સરેરાશથી 1566 રન બનાવ્યા છે. વધુમાં, રિયાન પરાગ જરૂર પડ્યે બોલિંગમાં પણ યોગદાન આપે છે, તેણે અત્યાર સુધી IPLમાં સાત વિકેટ લીધી છે. નોંધનિય છે કે, રિયાન પરાગ ટીમ ઈન્ડિયા વતી પણ રીમ ચૂક્યો છે.                          

રાજસ્થાન રોયલ્સ સ્ક્વોડશુભમ દુબે, વૈભવ સૂર્યવંશી, ડોનોવન ફરેરા, લુઆન-ડ્રે પ્રેટોરિયસ, રવિ સિંહ, અમન પેરાલા, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, યુદ્ધવીર સિંહ ચરક, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે, ક્રેના મફાકા, રવિ વિશ્નોઈ, સુશાંત મિશ્રા, યશ રાજ પુંજા, વિગ્નેશ પુથુર, બ્રિજેશ શર્મા, એડમ મિલ્ને, કુલદીપ સેન, સંદીપ શર્મા, નાંદ્રે બર્ગર.