શોધખોળ કરો

RCB અને GT 99%, CSK ના 17% ચાન્સ બાકી, જુઓ બધી 8 ટીમોના પ્લેઓફમાં પહોંચવાના કેટલા ટકા ચાન્સ

IPL 2026 Team Qualification Chances Percentage: અત્યાર સુધી કોઈપણ ટીમે સત્તાવાર રીતે પ્લેઓફમાં પોતાનું સ્થાન કન્ફોર્મ કર્યું નથી. RCB અને GT પાસે ક્વોલિફાય થવાની સૌથી વધુ તકો છે, જ્યારે DC પાસે સૌથી ઓછી તકો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • IPL 2026: 59 મેચ બાદ 8 ટીમોની પ્લેઓફ શક્યતાઓ.
  • GT અને RCB લગભગ પ્લેઓફમાં, SRH ને બે મેચ જીતવી પડશે.
  • CSKની તકો ઘટી, RRની શક્યતા વધી, KKR-DC બહાર.
  • ટોપ-2 ટીમ ફાઇનલમાં બે તક, 3-4 નંબરની ટીમે જીતવી પડશે.

IPL 2026 Team Qualification Chances Percentage: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝનમાં 59 મેચ રમાઈ ચૂકી છે. શુક્રવારે યોજાયેલા મુકાબલામાં લખનૌ સુપર જાયન્ટ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું. આ મેચ પછી CSK ના પ્લેઓફમાં જવાની તકો થોડી ઓછી થઈ ગઈ છે. પ્લેઓફમાં પહોંચવાની સૌથી વધુ તકો ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની છે. જાણો તમામ 8 ટીમોની શક્યતાઓ કેટલા ટકા છે.

IPL 2026 ની પ્લેઓફ મેચો 26 મે થી શરૂ થશે. લીગ સ્ટેજમાં કુલ 70 મેચ રમાવાની છે, જેમાંથી 59 મેચો થઈ ગઈ છે અને 11 મેચો બાકી છે. રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સે 11-11 મેચ રમી છે અને બાકીની 8 ટીમો 12-12 મેચ રમી ચૂકી છે. તમને જણાવી દઈએ કે લીગ સ્ટેજમાં દરેક ટીમે 14-14 મેચ રમવાની હોય છે. ટોપ-4 ટીમો પ્લેઓફ રાઉન્ડમાં જાય છે અને બાકીની ટીમો બહાર થઈ જાય છે. ટોપ-2 પર રહેનારી ટીમોને ફાઇનલમાં પહોંચવાની 2 તકો મળે છે અને ત્રીજા તથા ચોથા નંબરની ટીમે ફાઇનલમાં જવા માટે સતત 2 મેચ જીતવી પડે છે.

આ પણ વાંચો...કોણ હોવો જોઈએ ટીમ ઈન્ડિયાનો આગામી T20 કેપ્ટન? રવિ શાસ્ત્રીએ આ ખેલાડીને ગણાવ્યો મજબૂત દાવેદાર

IPL 2026 પ્લેઓફમાં જવાની શક્યતાઓ

  • ગુજરાત ટાઇટન્સ: હવે GT માટે ટોપ-4 માંથી બહાર થવું ખૂબ મુશ્કેલ છે, તેમના પ્લેઓફમાં જવાની તક 99 ટકા એટલે કે લગભગ પાક્કી છે. જો કે, તેમણે હવે ટોપ-2 માં ટકી રહેવા માટે મેચો જીતવી પડશે, તેમના ટોપ-2 માં રહેવાની સંભાવના 90.2 ટકા છે.

  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: RCB ના પ્લેઓફમાં જવાની તકો 99 ટકા છે, તેમનું પણ પ્લેઓફમાં જવું લગભગ નક્કી છે. ટોપ-2 માં રહેવાની સંભાવના 83.4 ટકા છે.

  • સનરાઇઝર્સ હૈદરાબાદ: SRH પોતાની બાકીની બે મેચ જીતીને 18 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, એક મેચ જીતીને તે પ્લેઓફમાં જવાની પોતાની તકો 99 ટકા કરી લેશે. અત્યારે હૈદરાબાદના પ્લેઓફમાં જવાના ચાન્સ 82.8% છે અને ટોપ-2 માં રહેવાના ચાન્સ 38.9% છે.

  • પંજાબ કિંગ્સ: પંજાબ કિંગ્સના પ્લેઓફમાં જવાની શક્યતા 50.3% છે, તેમના ટોપ-2 માં જવાની સંભાવના 9.8 ટકા છે.

  • ચેન્નાઈ સુપર કિંગ્સ: CSK ના પ્લેઓફમાં જવાના ચાન્સ હવે ઓછા થઈ ગયા છે. ચેન્નાઈના ટોપ-4 માં જવાના ચાન્સ 17% રહી ગયા છે, તેમના ટોપ-2 માં પહોંચવાના ચાન્સ 8% છે.

  • રાજસ્થાન રોયલ્સ: RR ના પ્લેઓફમાં જવાના ચાન્સ ચેન્નાઈની હારથી વધી ગયા છે. રાજસ્થાનના ટોપ-4 માં પહોંચવાના ચાન્સ 60.4 અને ટોપ-2 માં રહેવાના ચાન્સ 19.9% છે.

  • કોલકાતા નાઇટ રાઇડર્સ: KKR ના પ્લેઓફમાં જવાની શક્યતા 5.1% છે. હવે કોલકાતા ટોપ-2 માં પહોંચી શકશે નહીં.

  • દિલ્હી કેપિટલ્સ: DC ના પ્લેઓફમાં જવાના ચાન્સ 6.1% છે. કોલકાતાની જેમ દિલ્હી પણ હવે ટોપ-2 માં પહોંચી શકશે નહીં.

Frequently Asked Questions

IPL 2026 માં પ્લેઓફમાં પહોંચવાની સૌથી વધુ શક્યતા કઈ ટીમોની છે?

ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમો IPL 2026 માં પ્લેઓફમાં પહોંચવાની સૌથી વધુ શક્યતા ધરાવે છે. તેમની શક્યતા 99% છે.

IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના પ્લેઓફમાં જવાની કેટલી શક્યતા છે?

CSK ના પ્લેઓફમાં જવાની શક્યતા હવે ઓછી થઈ ગઈ છે. તેમના ટોપ-4 માં જવાના ચાન્સ માત્ર 17% રહી ગયા છે.

IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ (RR) ના પ્લેઓફમાં જવાની કેટલી શક્યતા છે?

ચેન્નાઈની હાર બાદ રાજસ્થાન રોયલ્સના પ્લેઓફમાં જવાની શક્યતા વધી ગઈ છે. તેમના ટોપ-4 માં પહોંચવાના ચાન્સ 60.4% છે.

IPL 2026 માં ટોપ-2 માં રહેવાની સૌથી વધુ શક્યતા કઈ ટીમોની છે?

ગુજરાત ટાઇટન્સ (90.2%) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (83.4%) IPL 2026 માં ટોપ-2 માં રહેવાની સૌથી વધુ શક્યતા ધરાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IND A vs SL A: સુપર ઓવરમાં ભારત-A ની હાર, ફાઇનલમાં પહોંચવું બન્યું મુશ્કેલ
IND A vs SL A: સુપર ઓવરમાં ભારત-A ની હાર, ફાઇનલમાં પહોંચવું બન્યું મુશ્કેલ
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ કોના નામે? શોએબ અખ્તર ટોપ 5 માં નહીં
T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ કોના નામે? શોએબ અખ્તર ટોપ 5 માં નહીં
રિચા ઘોષની વિસ્ફોટક ઈનિંગ, હરમનપ્રીત-દીપ્તિએ રચ્યો ઇતિહાસ; ભારત-પાકિસ્તાન મેચમાં તૂટ્યા 7 રેકોર્ડ
રિચા ઘોષની વિસ્ફોટક ઈનિંગ, હરમનપ્રીત-દીપ્તિએ રચ્યો ઇતિહાસ; ભારત-પાકિસ્તાન મેચમાં તૂટ્યા 7 રેકોર્ડ
Women's T20 World Cup 2026: પાકિસ્તાન સામે દીપ્તિ શર્માનો તરખાટ, પાંચ વિકેટ ઝડપી રચ્યો ઈતિહાસ
Women's T20 World Cup 2026: પાકિસ્તાન સામે દીપ્તિ શર્માનો તરખાટ, પાંચ વિકેટ ઝડપી રચ્યો ઈતિહાસ
Advertisement

વિડિઓઝ

Darshnaben Deshmukh: ભાજપ ધારાસભ્ય આપશે રાજીનામું? ડો. દર્શનાબેન દેશમુખ લાલઘૂમ
Ramesh Katara Statement Controversy : મંત્રી કટારાએ માગી શિક્ષકોની માફી, 'મારા શબ્દો પાછા ખેંચુ છું'
Share Market News : ઈરાન અમેરિકા શાંતિ સમજૂતી બાદ ભારતીય શેરબજારમાં ઉછાળો
Farmers Protest : રાજ્યભરના ખેડૂતોની આજે ગાંધીનગર કૂચ, ખાનગી કંપનીઓ સામે આક્રોશ
Iran US Deal News : અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી, સમગ્ર વિશ્વએ રાહતનો શ્વાસ લીધો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
IMD Alert: આગામી 7 દિવસ ભારે! આ રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે અતિભારે વરસાદની આશંકા
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 19 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, જાણો હવામાન અપડેટ
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
અમેરિકા-ઈરાન ડીલ બાદ ભારતમાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? કેન્દ્ર સરકારે આપ્યું મોટું નિવેદન
Investment Scheme: દર મહિને ₹30 લાખ કમાવવાની તક, પીએમ મોદીએ વીડિયોમાં નવી રોકાણ યોજના જાહેર કરી?
Investment Scheme: દર મહિને ₹30 લાખ કમાવવાની તક, પીએમ મોદીએ વીડિયોમાં નવી રોકાણ યોજના જાહેર કરી?
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
Monsoon 2026: ચોમાસાની ગતિ કેમ ધીમી પડી? ગુજરાતમાં આ દિવસથી શરૂ થશે ધમાકેદાર વરસાદ
પેટ્રોલ અને ઇથેનોલ બંનેથી ચાલશે દેશની પહેલી ફ્લેક્સ ફ્યુઅલ વેગનઆર, જાણો કિંમત અને ફીચર્સ
પેટ્રોલ અને ઇથેનોલ બંનેથી ચાલશે દેશની પહેલી ફ્લેક્સ ફ્યુઅલ વેગનઆર, જાણો કિંમત અને ફીચર્સ
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, સરકારે મે મહિનનાના ફુગાવાના આંકડા કર્યા જાહેર, જાણો શું થયું મોંઘું?
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, સરકારે મે મહિનનાના ફુગાવાના આંકડા કર્યા જાહેર, જાણો શું થયું મોંઘું?
વધુ એક દેશમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, પીએમની મોટી જાહેરાત
વધુ એક દેશમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ, પીએમની મોટી જાહેરાત
Embed widget