એક તરફ IPLની ફાઈનલ મેચ પર વરસાદી વિઘ્નની આશંકા છે, હવામાન વિભાગે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. અમદાવાદમાં આજે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના તાજેતરના અનુમાન મુજબ શહેરમાં વાદળછાયું વાતાવરણ, ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં અને કેટલાક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાવાની સંભાવના છે. રાજ્યમાં સક્રિય થયેલી પ્રિ-મોન્સૂન સિસ્ટમના કારણે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

Continues below advertisement

નોંધનિય છે કે,  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની ફાઈનલ મેચ રમનાર છે. ત્યારે વરસાદનો પહેલાથી જ વિઘ્નરૂપ બની રહ્યો છે. ગતરાત્રીના વરસેલા વરસાદને લઈ સ્ટેડિયમ ગ્રાઉન્ડમાં પાણી-પાણી થઇ ગયું. ક્રિકેટ પીચ વરસાદના પાણીથી પલળી ગઈ. ફાઈનલ મેચને લઈને ગ્રાઉન્ડને ડ્રાય કરવાની કામગીરી શરૂ કરાઇ હતી.  મોડીરાત્રે DJના ઈન્સ્ટ્રુમેન્ટને પણ ઢાંકી દેવાયા હતા. 

Continues below advertisement

રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ ત્રણ હવામાન સિસ્ટમ એકસાથે સક્રિય થતાં આગામી છ દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના અનુમાન મુજબ અરવલ્લી, મહિસાગર અને દાહોદ જિલ્લામાં ભારે પવન સાથે અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો :RCB vs GT ફાઇનલ: અમદાવાદની પિચ કોને બનાવશે ચેમ્પિયન? જાણી લો સૌથી મોટી ભવિષ્યવાણી

આ ઉપરાંત નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, વરસાદી સિસ્ટમના પ્રભાવથી અનેક વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.દરમિયાન, અરબી સમુદ્રમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.