નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અચાનક ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લઇ લીધુ, ફેન્સની માંગ છે કે ધોનીને એક ફેરવેલ મેચ મળવી જોઇએ. હવે આ મામલે ભારતના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે એક ખાસ સજેસન કર્યુ છે. તેને રિટાયર થઇ ગયેલા ધોનીને લઇને એક દિલચસ્પ વાત કહી છે.


પઠાણે રિટાયર્ડ ભારતીય ક્રિકેટરોની ટીમની વચ્ચે એક ચેટિટી કમ વિદાય મેચનો પ્રસ્તાવ આપ્યો છે, જેનો મુકાબલો વિરાટ કોહલીને આગેવાની વાળી હાલની ભારતીય ટીમની સાથે થાય.



ઇરફાન પઠાણ જેને આ વર્ષની શરૂઆતામાં જ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. ભારતના કેટલાક મોટા મેચ જીતાઉ ખેલાડીઓની સાથે સાથે તેને પણ ફેરવેલ મેચ રમવા નથી મળી. પઠાણે એક ટીમ બનાવીને નામોનો ઉલ્લેખ કર્યો છે. આ ટીમમાં ગૌતમ ગંભીર (2018માં રિટાયર), વિરેન્દ્ર સહેવાગ (2014માં રિટાયર), રાહુલ દ્રવિડ (2012માં રિટાયર), વીવીએસ લક્ષ્મણ (2012માં રિટાયર), યુવરાજ સિંહ (2019માં રિટાયર), સુરેશ રૈના, ધોની, પઠાણ, અગરકર (2007માં રિટાયર) સામેલ છે.



પઠાણે ટ્વીટર પર બેટ્સમેનોના ક્રમ અનુસાર પૂર્વ ખેલાડીઓના લિસ્ટનો એક સ્ક્રીનશૉટ પણ શેર કર્યો છે. તેને કહ્યું- ઘણાબધા લોકો સન્યાસ લઇ ચૂકેલા તે ખેલાડીઓની ફેરવેલ મેચ માટે વાત કરી રહ્યો છે, જેમને સારી રીતે વિદાય મેચ નથી મળી. કેમ ના એક ચેરિટી મેચ રમાડવામાં આવે જેમાં ફેરવેલ મેચ રમ્યા વિના રિટાયર થયેલા ખેલાડીઓનો સામનો વર્તમાનની વિરાટ કોહલીની ટીમ સાથે થાય.