IND vs WI 1st ODI: ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ (IND vs WI ODI Series) આગામી 6 ફેબ્રુઆરીથી શરૂ થઇ રહી છે. આ મેચ પહેલા વનડે કેપ્ટન રોહિત શર્માએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી, જેમાં ખેલાડીઓને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા અંગે ખુલાસો કર્યો છે. પ્રેસ દરમિયાન રોહિતે સંકેત આપ્યો કે પ્રથમ વનડેમાં શિખર ધવનની ગેરહાજરીમાં તેની સાથે ઓપનિંગની જવાબદારી યુવા વિસ્ફોટક બેટ્સમેને ઇશાન કિશનના (Ishan Kishan) માથે રહેશે. ઇશાન કિશન કેપ્ટન રોહિત શર્મા સાથે પહેલી વનડેમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ઓપનિંગ કરતો દેખાશે. 


રોહિત શર્માએ પ્રી મેચ પ્રેસ કૉન્ફરન્સમાં બતાવ્યુ કે - ઇશાન એકમાત્ર ઓપ્શન છે, તે ઓપનિંગ કરશે. મયંક હજુ પણ આઇસૉલેશનમાં છે. નિયમ સૌથી પહેલા છે, જે પણ ખેલાડી ટ્રાવેલિંગ પર છે, તેમને ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. જો કોઇ ઇન્જરી નથી થતી તો ઇશાન જ ઓપનિંગ કરશે. ટીમ ઇન્ડિયાના બન્ને ઓપનર શિખર ધવન અને ઋતુરાજ ગાયકવાડ હાલ કોરોના સંક્રમિત છે, કેએલ રાહુલ પણ વનડે માટે ઉપલબ્ધ નથી. આવામાં BCCIએ ઇશાન કિશનને ટીમ સાથે જોડવાનો ફેંસલો લીધો છે. 


ખાસ વાત છે કે ઇશાન કિશનને આ પહેલા વેસ્ટ ઇન્ડિઝની વનડે ટીમની સ્ક્વૉડમાંથી બહાર રાખવામાં આવ્યો હતો. પરંતુ ટી20 સ્ક્વૉડમાં સામેલ હતો. પસંદગીકારોએ ફેંસલાથી હવે તેને વનડે ટીમનો ભાગ બનવાનો મોકો મળ્યો છે. ઇશાન કિશનને વનડેમાં સામેલ કરવાનો ફેંસલો એટલા માટે લેવામાં આવ્યો કેમ કે ક તે દક્ષિણ આફ્રિકા પ્રવાસ બાદથી જ બાયૉ બબલમાં રહ્યો હતો. 


અમદાવાદમાં ભારત-વિન્ડીઝ 3 મેચની વન ડે સીરિઝ, કઈ ચેનલ પર કેટલા વાગ્યાથી થશે પ્રસારણ, લાઈવ સ્ટ્રીમિંગ કઈ એપ પર દેખાશે ?
કિંગ્સ્ટન ઓવલઃ ભારત અને વિન્ડિઝ વચ્ચે 6 ફેબ્રુઆરીથી ત્રણ વન ડે મેચની શ્રેણીનો પ્રારંભ થશે. 6 ફેબ્રુઆરી,  9 ફેબ્રુઆરી અને 11 ફેબ્રુઆરીએ ભારત અને વિન્ડિઝ વચ્ચે ત્રણ વન ડે મેચની વન ડે શ્રેણી રમાશે.


દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ તથા વન ડે સીરિઝની હારના કારણે ભારતીય ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા પણ આ સીરિઝમાં ભારત રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઉતરશે અને પૂરી તાકાત સાથે ઉતરશે તેથી ક્રિકેટ ચાહકો આ સીરિઝની મજા માણવા આતુર છે. આ શ્રેણીની તમામ મેચો અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તેથી ગુજરાતના ક્રિકેટ ચાહકો માટે તો સીરિઝનો આનંદ બેવડાઈ જશે.  


ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું પ્રસારણ ક્યાં અને કેટલા વાગ્યાથી થશે તે જાણવા ક્રિકેટ ચાહતો આતુર છે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. મેચ બપોરે 2.30 કલાકે શરૂ થશે. ભારત અને વિન્ડિઝ વચ્ચેની વન ડે શ્રેણીનું ડીઝની પ્લસ હોટસ્ટાર એપ પર પણ લાઈવ સ્ટ્રીમિંગ થશે તથી ક્રિકેટ ચાહકો ત્યાં પણ મેચની મજા માણી શકશે.


ભારત અને વિન્ડિઝ વચ્ચે 16 ફેબ્રુઆરીથી ત્રણ ટી-20 મેચની શ્રેણીનો પણ પ્રારંભ થશે. પહેલી મેચ 16 ફેબ્રુઆરીએ રમાયા પછી 18 ફેબ્રુઆરી અને 20 ફેબ્રુઆરીએ બાકીની બે ટી-20 મેચ રમાશે. ત્રણેય ટી-20 કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે.


અગાઉ વિન્ડિઝની પસંદગી સમિતિએ ભારત પ્રવાસ માટેની વન ડે ટીમની જાહેરાત કરી હતી. આ વન ડે ટીમમાં સામેલ 11 ખેલાડીઓને ટી-20 શ્રેણી માટેની ટીમમાં પણ સમાવવામાં આવ્યા છે. તાજેતરમાં વિન્ડિઝના મીડિયામાં વાઈરલ બનેલી વોઈસ ટેપમાં પોલાર્ડે કથિત રીતે જે ખેલાડીને ટાર્ગેટ બનાવ્યો હોવાનું મનાય છે તે ઓડેન સ્મિથે પણ ટીમમાં તેનું સ્થાન જાળવી રાખ્યું હતુ. ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં પ્રભાવ પાડનારા રોવમાન પોવેલ અને હોસૈનને વિન્ડિઝની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.