શોધખોળ કરો

T20 World Cup 2026: ટી20 વિશ્વ કપ વચ્ચે મોટું સંકટ, ઇઝરાયલ-ઈરાન યુદ્ધને કારણે ફસાયા આ દેશના ખેલાડીઓ

T20 World Cup 2026: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવની અસર હવે ટી20 વર્લ્ડ કપ પર પડી રહી છે. ટૂર્નામેન્ટમાંથી પહેલાથી જ બહાર થઈ ગયેલી ઝિમ્બાબ્વે ટીમ દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ખોરવાઈ જવાને કારણે ભારતમાં ફસાયેલી છે.

T20 World Cup 2026: ટી20 વર્લ્ડ કપ 2026 વચ્ચે પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર હવે ક્રિકેટ ટીમોની મુસાફરી પર પણ દેખાવા લાગી છે. ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલી ઝિમ્બાબ્વેની ટીમ હાલ ભારતમાં જ રોકાવા મજબૂર બની છે, કારણ કે દુબઈ એરપોર્ટના સંચાલન પર અસર પડવાને કારણે તેમની ઘરે પરત ફરવાની યોજના અટકી ગઈ છે.

સુપર-8 તબક્કાના પોતાના છેલ્લા મુકાબલામાં ઝિમ્બાબ્વેને સાઉથ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારની સાથે જ ટીમની T20 વર્લ્ડ કપની સફર પૂરી થઈ ગઈ હતી અને ખેલાડીઓ સ્વદેશ પરત ફરવાની તૈયારીમાં હતા. કેપ્ટન સિકંદર રઝાની આગેવાની હેઠળની ટીમના ઘણા ખેલાડીઓને દિલ્હીથી અલગ-અલગ ફ્લાઈટ્સ દ્વારા દુબઈ થઈને ઝિમ્બાબ્વે પહોંચવાનું હતું.

અચાનક બદલાયા સંજોગો, મુસાફરીની યોજના સ્થગિત

પરંતુ સંજોગો અચાનક બદલાઈ ગયા. પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચે તણાવ વધ્યા બાદ દુબઈ એરપોર્ટથી ઘણી ફ્લાઈટ્સના શિડ્યુલ પર અસર પડી છે. ઝિમ્બાબ્વેના મુખ્ય કોચ જસ્ટિન સેમન્સે જણાવ્યું કે વર્તમાન સ્થિતિને જોતા ટીમની ટ્રાવેલ પ્લાનિંગને હાલ પૂરતું ટાળી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ખેલાડીઓ માટે આ સ્થિતિ માનસિક રીતે પડકારજનક ચોક્કસ છે, પરંતુ મેદાન પર તેમનું પૂરૂ ધ્યાન મેચ પર જ હતું.

ટીમના ઓલરાઉન્ડર ગ્રીમ ક્રીમર દુબઈમાં રહે છે, તેથી તેમના માટે પણ સ્થિતિ અનિશ્ચિત બનેલી છે. ઝિમ્બાબ્વે ટીમના મોટાભાગના ખેલાડીઓએ દુબઈથી કનેક્ટિંગ ફ્લાઈટ લઈને આગળની મુસાફરી કરવાની હતી, જે હવે શક્ય બની રહી નથી.

ICC વૈકલ્પિક વ્યવસ્થા પર કામ કરી રહ્યું છે

આ દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ પણ આ બાબતને ગંભીરતાથી લીધી છે. બોર્ડે સંકેત આપ્યા છે કે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સુરક્ષિત રીતે તેમના દેશ પહોંચાડવા માટે વૈકલ્પિક ફ્લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહેવાલો મુજબ, ઈથોપિયાના અદીસ અબાબાના રસ્તે પણ ટીમની વાપસી કરાવવામાં આવી શકે છે.

અન્ય ટીમો પર પણ દેખાઈ રહી છે અસર

બીજી તરફ, ન્યૂઝીલેન્ડ સામે સેમીફાઈનલ રમવા જઈ રહેલી સાઉથ આફ્રિકાની ટીમના મુખ્ય કોચ શુક્રી કોનરાડે પણ સ્વીકાર્યું કે વર્તમાન પરિસ્થિતિ ખેલાડીઓ વચ્ચે ચર્ચાનો વિષય બનેલી છે. જોકે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટીમ મેનેજમેન્ટ અને ICC આ સમસ્યાનો જલ્દી ઉકેલ શોધી લેશે. ક્રિકેટના મેદાનથી દૂર આ જંગ હવે ખેલાડીઓની મુસાફરી પર અસર કરી રહી છે, અને ઝિમ્બાબ્વે ટીમની ઘર વાપસી હાલમાં રાહમાં અટવાયેલી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

વર્લ્ડ કપ જીત્યા બાદ અર્શદીપ સિંહને ફટકારાયો દંડ! ફાઈનલમાં કઈ ભૂલ પડી ભારે?
વર્લ્ડ કપ જીત્યા બાદ અર્શદીપ સિંહને ફટકારાયો દંડ! ફાઈનલમાં કઈ ભૂલ પડી ભારે?
ટી-20 વિશ્વ કપમાં ભારતે રચ્યો ઈતિહાસ: તૂટ્યા 21 ઐતિહાસિક રેકોર્ડ! જુઓ સંપૂર્ણ યાદી
ટી-20 વિશ્વ કપમાં ભારતે રચ્યો ઈતિહાસ: તૂટ્યા 21 ઐતિહાસિક રેકોર્ડ! જુઓ સંપૂર્ણ યાદી
27 કરોડ નહીં પણ 158 કરોડ! વર્લ્ડ ચેમ્પિયન ભારત પર BCCI એ કર્યો પૈસાનો વરસાદ, જાણો કોને કેટલા મળશે?
27 કરોડ નહીં પણ 158 કરોડ! વર્લ્ડ ચેમ્પિયન ભારત પર BCCI એ કર્યો પૈસાનો વરસાદ, જાણો કોને કેટલા મળશે?
BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 
BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 
Advertisement

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Gold Silver Rate: આજે સોના અને ચાંદીના ભાવમાં થયો વધારો, ચાંદી ફરી એક વખત આસમાને 
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Bluetooth ઓન રાખે છો? તમારો ફોન પણ થઈ શકો છો હેક !
Bluetooth ઓન રાખે છો? તમારો ફોન પણ થઈ શકો છો હેક !
Instagram down: ઈન્સ્ટાગ્રામ ડાઉન, એપ અને પોર્ટલ પર થઈ અસર, હજારો યુઝરે કરી ફરિયાદ
Instagram down: ઈન્સ્ટાગ્રામ ડાઉન, એપ અને પોર્ટલ પર થઈ અસર, હજારો યુઝરે કરી ફરિયાદ
મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે હવાઇ પ્રવાસ મોંઘો, દિલ્લીથી લંડનનું ભાડું 1 લાખને પાર
મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે હવાઇ પ્રવાસ મોંઘો, દિલ્લીથી લંડનનું ભાડું 1 લાખને પાર
Embed widget