India vs Australia 2nd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની બીજી મેચ એડિલેડમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ શનિવારે બીજા દિવસે ઓલઆઉટ થતાં સુધી પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ દર્દના કારણે પરેશાન જોવા મળ્યો હતો. તેની સમસ્યા જોઈને ફિઝિયોને પણ મેદાનમાં આવવું પડ્યું. બુમરાહ ઈજાગ્રસ્ત છે કે નહીં તે અંગે હજુ સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ જો તે ઈજાગ્રસ્ત થાય છે તો ભારતની મુશ્કેલી વધી શકે છે.
વાસ્તવમાં, બુમરાહ એડિલેડ ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 81મી ઓવર લઈને આવ્યો હતો. તેણે ઓવરની શરૂઆત જોરદાર રીતે કરી હતી. બુમરાહે ટ્રેવિસ હેડને પણ બીટ કર્યો હતો. તેની ઓવરના ત્રીજા બોલ પર હેડે ચોગ્ગો ફટકાર્યો. આ પછી જ બુમરાહ નીચે પડી ગયો. તેણે તેનો પગ પકડી રાખ્યો હતો અને પીડાને કારણે તે વ્યથિત દેખાતો હતો. આ દરમિયાન, ફિઝિયો મેદાન પર આવ્યા. જોકે, આ પછી બુમરાહે ઊભો થઈને બોલિંગ શરૂ કરી હતી.
બુમરાહની ઘાતક બોલિંગ-
બુમરાહની ઈજા ગંભીર જણાતી નથી. જો કે આ અંગે સત્તાવાર માહિતી મળી નથી. પરંતુ જો બુમરાહ ઈજાગ્રસ્ત થાય છે તો ભારતનું ટેન્શન વધી શકે છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ દરમિયાન બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. તેણે 23 ઓવરમાં 61 રન આપીને 5 મેડન ઓવર નાખી હતી.
પ્રથમ દાવમાં ભારત-ઓસ્ટ્રેલિયાનું પ્રદર્શન -
એડિલેડ ટેસ્ટના પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયા માત્ર 180 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા. તેના માટે ટ્રેવિસ હેડે જોરદાર પ્રદર્શન કર્યું હતું. હેડે સદી ફટકારી હતી. તેણે 141 બોલનો સામનો કર્યો અને 140 રન બનાવ્યા. હેડની ઇનિંગ્સમાં 17 ફોર અને 4 સિક્સ સામેલ હતી.
એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગ 337 રનમાં સમેટાઈ ગઈ છે. કાંગારૂ ટીમે પ્રથમ દાવમાં 157 રનની જંગી લીડ મેળવી લીધી છે, જેમાં ટ્રેવિસ હેડનું મોટું યોગદાન હતું. હેડે ઝડપથી સ્કોર કર્યો અને 140 રનની ઇનિંગ રમી. ઓસ્ટ્રેલિયન ટીમના પ્રથમ દાવ દરમિયાન જસપ્રિત બુમરાહ અને સિરાજા 4-4 વિકેટ વિકેટ ઝડપી હતી.
IND vs AUS: એડિલેડમાં ઑસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 337 રનમાં ઓલ આઉટ, બુમરાહ-સિરાજની 4-4