નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો ફાસ્ટ બૉલર બુમરાહ હાલના સમયનો સૌથી બેસ્ટ અને સક્સેસ બૉલર છે. પોતાના નાના રનઅપ અને અલગ બૉલિંગ એક્શનના કારણે તેની અલગ જ ઓળખ ઉભી થઇ છે. બુમરાહની યોર્કરને લોકો વખાણે છે, કોઇપણ સારામાં સારો બેટ્સમેન હોય તો પણ બુમરાહના યોર્કર સામે છેતરાઇ જાય છે. હાલની સ્થિતિમાં દરેક બુમરાહને સારો યોર્કર બૉલર ગણે છે, પણ બુમરાહ બીજા જ બૉલરને સૌથી ખતરનાક યોર્કર ફેંકનારો બૉલર માની રહ્યો છે.


જસપ્રીત બુમરાહે શ્રીલંકાના દિગ્ગજ ફાસ્ટ બૉલર લસિથ મલિંગાને આ કલાનો મહારથી ગણાવ્યો છે. બુમરાહે કહ્યું કે, આ રમતમાં મલિંગાની યોર્કર સૌથી બેસ્ટ અને ખતરનાક છે, અને તે તેને સારી રીતે ઉપયોગ પણ કરે છે. આઇસીસીની વીડિયો સીરિઝ ઇનસાઇડ આઉટમાં બુમરાહે આ વાત કબુલી હતી.



બુમરાહે યોર્કર વિશે વાત કરતાં કહ્યું કે મલિંગા વર્લ્ડનો સર્વશ્રેષ્ઠ યોર્કર બૉલર છે, અને તે પોતાના ફાયદા માટે લાંબા સમયથી આનો ઉપયોગ કરતો આવી રહ્યો છે.

ખાસ વાત છે કે, બુમરાહ પહેલા મલિંગા પણ પોતાની આગાવી એક્શનના કારણે અલગ ઓળખ ઉભી કરી ચૂક્યો છે. શ્રીલંકાનો લિજેન્ડ હાલના સમયમાં પણ બેસ્ટ યોર્કર બૉલરના લિસ્ટમાં સામેલ છે.