Jasprit Bumrah World Test Championship: ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં 184 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો અને તે શ્રેણીમાં 1-2થી પાછળ રહી હતી. ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ હોવા છતાં જસપ્રીત બુમરાહ પોતાની બોલિંગથી બધાના દિલ જીતવામાં સફળ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો માટે તેના બોલનો કોઈ જવાબ નહોતો. બુમરાહને બીજા છેડેથી સપોર્ટ મળ્યો ન હતો. આ કારણથી ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.


બુમરાહે કમાલ કરી બતાવી


જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ રીતે બુમરાહે મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં પાંચ વિકેટ ઝડપતાની સાથે જ બુમરાહે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેની 10મી પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે, કારણ કે તે WTCમાં 10 પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ ઝડપી બોલર બન્યો છે. તેણે પેટ કમિન્સને પાછળ છોડી દીધો છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટનના નામે ડબ્લ્યુટીસીમાં 9 પાંચ વિકેટ છે.


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલરો


જસપ્રિત બુમરાહ (ભારત) - 10 વખત
પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા) - 9 વખત
કાગીસો રબાડા (દક્ષિણ આફ્રિકા) – 7 વખત
ટિમ સાઉથી (ન્યુઝીલેન્ડ) - 6 વખત
જોશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા) - 6 વખત


ટેસ્ટ ક્રિકેટમાં 200 થી વધુ ટેસ્ટ વિકેટ લીધી


જસપ્રિત બુમરાહે 2018માં ભારતીય ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી, તે ભારતીય ઝડપી બોલિંગ આક્રમણમાં એક મહત્વપૂર્ણ કડી રહ્યો છે. જો તે લયમાં હોય તો વિરોધી બેટ્સમેનો માટે રન બનાવવા મુશ્કેલ બની જાય છે. તેની ખાસ વાત એ છે કે તે ત્રણેય ફોર્મેટમાં સારું રમે છે. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 44 ટેસ્ટ મેચમાં 203 વિકેટ લીધી છે.


T20 વર્લ્ડ કપ 2024માં મહત્વની ભૂમિકા ભજવી હતી


જસપ્રીત બુમરાહે ટી-20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ માટે બોલિંગનું એક અદભૂત ઉદાહરણ પણ રજૂ કર્યું હતું અને 15 વિકેટ લીધી હતી. આ કારણોસર તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. તેણે ટીમ ઈન્ડિયા માટે ODI ક્રિકેટમાં 149 અને T20 ઈન્ટરનેશનલમાં 89 વિકેટ લીધી છે. તેના જોરદાર પ્રદર્શનને જોઈને ICCએ તેને ક્રિકેટર ઓફ ધ યર અને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર માટે નોમિનેટ કર્યો છે.  


WTC Final: ટીમ ઈન્ડિયા હવે વર્લ્ડ કપ ફાઈનલમાં કઈ રીતે કરશે એન્ટ્રી, આ ટીમના ભરોસે