પંજાબે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર રિચર્ડસનને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 24 વર્ષના આ બોલરે અત્યાર સુધી આઈપીએલનો ભાગ નથી લીધો. રિચર્ડસનની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. ઓસ્ટ્રેલિયા માટે રમતો આ ખેલાડી બિગ બેશ લીગમાં પર્થ સ્કોર્ચર્સ માટે રમે છે. હાલમાં જ સમાપ્ત થયેલી બિગ બેશ લીગમાં રિચર્ડસન સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો. તેણે આ લીગમાં 17 મેચમાં 29 વિકેટ ઝડપી હતી. આવો જાણીએ કોણ છે રિચર્ડસન



રિચર્ડસન ઓસ્ટ્રેલિયાનો યુવા બોલર છે તેણે વનડે ક્રિકેટમાં માત્ર 19 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. અંતરરાષ્ટ્રીય કરિયરમાં હાલમાં શરૂઆત કરનાર રિચર્ડસને બે ટેસ્ટ મેચ રમી છે અને તેમાં 6 વિકેટ ઝડપી છે. તેનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન ટેસ્ટમાં 45 રન આપી પાંચ વિકેટ છે.

24 વર્ષના આ ખેલાડીના વનડે કરિયરની વાત કરીએ તો રિચર્ડસને અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા માટે 13 વનડે મેચ રમી છે. આ 13 મેચમાં તેણે 92 રન બનાવ્યા છે સાથે 24 વિકેટ ઝડપી છે. ટી20 કરિયરમાં તેણે 9 મેચમાં 9 વિકેટ ઝડપી છે.