જોસ બટલરે ભારત સામે બનાવ્યો આ મોટો રેકોર્ડ, આવું કરનારો પ્રથમ બેટ્સમેન 

ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર શાનદાર ફોર્મમાં છે અને તેના બેટમાંથી ઘણા રન આવી રહ્યા છે. તેણે ભારત સામેની પ્રથમ T20 મેચમાં અડધી સદી ફટકારી હતી.

Continues below advertisement

Jos Buttler Runs Against India In T20I: ઈંગ્લેન્ડનો કેપ્ટન જોસ બટલર શાનદાર ફોર્મમાં છે અને તેના બેટમાંથી ઘણા રન આવી રહ્યા છે. તેણે ભારત સામેની પ્રથમ T20 મેચમાં અડધી સદી ફટકારી હતી અને 68 રનની ઇનિંગ રમી હતી અને બીજી T20 મેચમાં પણ તેણે જોરદાર બેટિંગ કરી હતી. પરંતુ બીજી મેચમાં તે માત્ર પાંચ રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો. તેણે 30 બોલમાં 45 રન બનાવ્યા જેમાં 2 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે તે ભારત સામે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

Continues below advertisement


બટલર નંબર વન પર પહોંચ્યો 

જોસ બટલરે અત્યાર સુધી ભારત સામે 24 T20 ઈન્ટરનેશનલ મેચોમાં કુલ 604 રન બનાવ્યા છે, જેમાં તેણે 5 અડધી સદી ફટકારી છે. તે એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે ભારત સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 રનના આંકડાને સ્પર્શ કર્યો છે. બટલર પહેલા ભારત સામે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ નિકોલસ પૂરનના નામે હતો. પુરને ભારત સામે 592 T20 રન બનાવ્યા હતા. હવે બટલરે પુરનને પાછળ છોડી દીધો છે.

ભારત સામે T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનઃ

જોસ બટલર- 604 રન
નિકોલસ પૂરન- 592 રન
ગ્લેન મેક્સવેલ- 574 રન
ડેવિડ મિલર- 524 રન
એરોન ફિન્ચ- 500 રન

T20I ક્રિકેટમાં 150 છગ્ગા પૂરા કર્યા

જોસ બટલરે ભારત સામેની બીજી T20 મેચમાં 3 સિક્સર ફટકારી હતી. આ સાથે તેણે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 150 સિક્સર પૂરી કરી લીધી છે. તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 150 સિક્સર પુરી કરનાર ઈંગ્લેન્ડ તરફથી પ્રથમ બેટ્સમેન બની ગયો છે. T20I ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે 200 સિક્સર ફટકારી છે.

ભારત સામે જ ડેબ્યુ કર્યું હતું

જોસ બટલરે 2011માં ભારત સામે ઈંગ્લેન્ડ તરફથી ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. તેણે અત્યાર સુધી ઈંગ્લેન્ડ માટે  T20 ઈન્ટરનેશનલ મેચોમાં 3502 રન બનાવ્યા છે, જેમાં તેણે એક સદી અને 26 અડધી સદી ફટકારી છે. ઈંગ્લેન્ડની ટીમનો કેપ્ટન જોસ બટલર હાલ ખૂબ જ શાનદાર ફોર્મમાં છે. તે દરેક મેચમાં વિસ્ફોટક બેટિંગ કરી રહ્યો છે.     

ICC Men’s T20I Team: આઈસીસીએ જાહેર કરી 'ટી20 ટીમ ઓફ ધ યર', 4 ભારતીય ખેલાડીઓને સ્થાન 

Continues below advertisement
Sponsored Links by Taboola