નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાને પહેલો વર્લ્ડકપ જીતાડનારા પૂર્વ કેપ્ટન કપિલ દેવે ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું- ધોની આ વર્ષની જેમ મેચની પ્રેક્ટિસ વિના ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાનો નિર્ણય કર્યો છે, જેથી તેના માટે સારુ પ્રદર્શન કરવુ અસંભવ છે. ગયા વર્ષે જૂનામાં વર્લ્ડકપ રમનારો ધોની લગભગ એક વર્ષ બાદ મેદાન પર ઉતર્યો હતો. 39 વર્ષીય ધોનીની આગેવાનીમાં ચેન્નાઇ સુપર કિંગ્સ પહેલીવાર આઇપીએલ પ્લેઓફમાં જગ્યા નથી બનાવી શકી.

ધોનીની બેટિંગમાં પાવર નથી રહ્યો
વર્લ્ડકપ 2019માં પહેલીવાર ક્રિકેટ રમી રહેલા ધોની 14 મેચોમાં 116ની સ્ટ્રાઇક રેટથી માત્ર 200 રન જ બનાવી શક્યો છે. જ્યારે તેને આ દરમિયાન એક ફિફ્ટી પણ નથી બનાવી. કપિલ ઇચ્છે છે કે ધોની ફરીથી લયમાં આવે, અને આ માટે ધોનીએ હવે ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટોમાં વધુમાં વધુ રમવુ જોઇએ.

કપિલ દેવે કહ્યું કે જો ધોની દર વર્ષે ફક્ત આઇપીએલમાં જ રમવાનો ફેંસલો કરે છે, તો તેના માટે સારુ પ્રદર્શન કરવુ અસંભવ બની જશે. કપિલે કહ્યું ઉંમર વિશે વાત કરવી યોગ્ય નથી, પરંતુ ઉંમર પ્રમાણે જેટલુ વધારે રમશે શરીર તેટલુ વધારે લયમાં આવશે.

કપિલે કહ્યું જો તમે વર્ષમાં 10 મહિના ક્રિકેટ નથી રમતા અને અચાનક આઇપીએલ રમો છો, તો તમે જોઇ શકો છો કે શું થશે. તમારે ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. કપિલનુ માનવુ છે કે ધોનીએ આ સિઝનમાં ઘરેલુ ક્રિકેટ રમવી જોઇએ, તેને ફર્સ્ટ ક્લાસ સીરીઝમાં જવુ જોઇએ અને ત્યાં રમવુ જોઇએ.