બેગ્લુંરુઃ કોરોના વાયરસનો ખતરો ભારતમાં ધીમે ધીમે વધી રહ્યો છે, અને તેની અસર હવે IPL પર પણ પડી શકે છે. આગામી 29 માર્ચે IPLની 13મી સિઝન શરૂ થઇ રહી છે. આ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે કે કર્ણાટક સરકારે બેગ્લુંરુમાં IPLની મેચો કરાવવાની ના પાડી દીધી છે.

કર્ણાટકની એક ચેનલના રિપોર્ટ પ્રમાણે, કર્ણાટક સરકારે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લેતા બેગ્લુંરુમાં IPLની મેચોનુ આયોજન કરવાની ના પાડી દીધી છે.



બેગ્લુંરુ સ્થિત એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં IPLની મેચોનુ આયોજન ના થાય તે માટે કર્ણાટક સરકારે મોદી સરકારને એક પત્ર પણ લખ્યો છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકા અને તાજેતરમાં જ બેગ્લુંરુમાં કોરોના વાયરસનો એક કેસ સામે આવ્યો છે.



કોરોના વાયરસના કારણે આઇપીએલ જેવી મોટી ઇવેન્ટમાં ભીડ અને લોકોના ટોળાને ભેગા થતા અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.