IND vs AUS 2nd Adelaide Test KL Rahul Opening: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ 06 ડિસેમ્બરથી એડિલેડના એડિલેડ ઓવલ ખાતે રમાશે. આ પિંક બોલ ટેસ્ટ હશે, જેમાં કેપ્ટન રોહિત શર્મા વાપસી કરશે. પર્થમાં રમાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચમાં જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી હતી. રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલે યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગની જવાબદારી લીધી હતી.


 






આવી સ્થિતિમાં એડિલેડ ટેસ્ટ પહેલા ચાહકોને આ સવાલ સતાવી રહ્યો હતો કે શું રોહિત શર્મા ઓપનિંગમાં વાપસી કરશે કે કેએલ રાહુલ પોતાનું સ્થાન જાળવી રાખશે? હવે ખુદ કેપ્ટન રોહિત શર્માએ આ સવાલનો જવાબ આપતાં કન્ફર્મ કર્યું છે કે કેએલ રાહુલ એડિલેડ ટેસ્ટમાં ઓપનિંગ કરતો જોવા મળશે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રોહિત શર્મા મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવા મળી શકે છે.


એડિલેડ ટેસ્ટ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેણે ઓપનિંગ વિશે જવાબ આપ્યો હતો. રોહિત શર્માએ કહ્યું, KL રાહુલ જે રીતે બેટિંગ કરે છે, હું ઘરેથી મારા ખોળામાં નવજાત બાળક સાથે જોઈ રહ્યો હતો. તે શાનદાર રીતે રમ્યો તેથી બદલાવની જરૂર નથી. ભવિષ્યમાં વસ્તુઓ અલગ હોઈ શકે છે. કેએલ જે રીતે વિદેશમાં બેટિંગ કરે છે, તેથી તે આ ક્ષણે તે સ્થાનને લાયક છે.


કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે પર્થમાં કમાલ કરી હતી


તમને જણાવી દઈએ કે પર્થમાં રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર ઓપનિંગ ભાગીદારી કરી હતી. ટીમ ઈન્ડિયાની બીજી ઈનિંગ દરમિયાન રાહુલ અને જયસ્વાલે 201 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીની મદદથી ટીમે 487/6 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. કેએલ રાહુલે 5 ચોગ્ગાની મદદથી 77 રનની ઇનિંગ રમી હતી. જ્યારે જયસ્વાલે 15 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 161 રન બનાવ્યા હતા.


આ પણ વાંચો....


આ મુસ્લિમ દેશમાં મહિલાઓના શિક્ષણ લેવા પર રોક, તખલખી નિર્ણય સામે ભડક્યો સ્ટાર ક્રિકેટર, કરી આવી પૉસ્ટ