ICC New Rules 2025: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ખૂબ જ ટૂંક સમયમાં નવા નિયમો લાગુ કરી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ODI ક્રિકેટમાં 2-બોલના નિયમમાં મોટો ફેરફાર થવાનો છે. છેલ્લા ઘણા વર્ષોથી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે કે સફેદ બોલના ક્રિકેટમાં બોલરો માટે કંઈ બચ્યું નથી. હવે જો આ નવો નિયમ લાગુ કરવામાં આવે તો તે બોલરો માટે મદદરૂપ થઈ શકે છે. Cricbuzz માં પ્રકાશિત એક અહેવાલ મુજબ, આવતા મહિનાથી ODI મેચોમાં નવા નિયમો લાગુ કરી શકાય છે, પરંતુ આ નવા નિયમો શું છે અને તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે.
સૌ પ્રથમ, જાણો કે ICC કયો નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. વાસ્તવમાં જૂના નિયમ મુજબ ODI મેચની એક ઇનિંગમાં બંને છેડાથી અલગ-અલગ બોલથી બોલિંગ કરવામાં આવતી હતી. આનો અર્થ એ થયો કે દરેક બોલ સાથે 25-25 ઓવર ફેંકવામાં આવતી હતી. હવે જો નવો નિયમ લાગુ કરવામાં આવે છે તો તેના અનુસાર 1-34 ઓવરથી બંને છેડાથી 2 અલગ-અલગ બોલનો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ 35મી ઓવરથી ફિલ્ડિંગ ટીમે બેમાંથી એક બોલ પસંદ કરવાનો રહેશે.
ICC બોલરો પ્રત્યે મહેરબાન
જ્યારે પહેલા 25-25 ઓવર બંને બોલથી ફેંકાતી હતી, હવે 35મી ઓવરથી ફક્ત એક જ બોલનો ઉપયોગ કરવામાં આવશે. હવે પ્રશ્ન એ છે કે બોલરોને આનો ફાયદો કેવી રીતે થશે ? બંને છેડાથી નવા બોલના ઉપયોગને કારણે ODI મેચોમાં રિવર્સ સ્વિંગ ભાગ્યે જ જોવા મળતું હતું, પરંતુ આ નવા નિયમ સાથે છેલ્લી 10 ઓવરમાં રિવર્સ સ્વિંગ જોવા મળશે.
ઘણીવાર એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે બંને છેડાથી નવા બોલના નિયમને કારણે બેટ્સમેન ODI મેચોમાં પ્રભુત્વ મેળવવા લાગ્યા છે. જો કોઈ પણ પરિસ્થિતિમાં મેચની વચ્ચે બોલ બદલવો પડે તો મેચની પરિસ્થિતિ મુજબ તે જ બોલ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
હાલ તો લાગી રહ્યું છે કે જો ICC દ્વારા બોલનો આ નવો નિયમ લાગુ કરવામાં આવશે તો તેનો બોલરોને મહત્વનો ફાયદો થઈ શકે છે. જ્યારે આ નવો નિયમ બેટ્સમેનો માટે ડેન્જર સાબિત થઈ શકે છે.