શોધખોળ કરો

IND vs SA: અમદાવાદમાં ભારતની હારનો સૌથી મોટો વિલન કોણ? જાણો કોણે ડૂબાડી ટીમ ઈન્ડિયાની નાવ

IND vs SA Super 8: દક્ષિણ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા 188 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયા 111 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. જાણો કયો ખેલાડી ભારતની હારનો મુખ્ય કારણ બન્યો.

IND vs SA Super 8: ભારતીય ટીમ સુપર-8ની પ્રથમ મેચ હારી ગઈ છે. દક્ષિણ આફ્રિકા દ્વારા મળેલા 188 રનના લક્ષ્યનો પીછો કરતા ટીમ ઈન્ડિયા 111 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયાની હારનું એક મુખ્ય કારણ અભિષેક શર્મા પણ બન્યો. એક તરફ સતત ત્રણ વાર '0' પર આઉટ થવાનું દબાણ, તો બીજી તરફ સુપર-8 જેવી મોટી મેચનું પ્રેશર. આ દબાણ હેઠળ અભિષેક ફરીથી ફ્લોપ રહ્યો. જો અભિષેકે યોગ્ય સમયે સમજદારીપૂર્વક બેટિંગ કરી હોત તો કદાચ ભારતીય ટીમની જીતની તકો વધી જાત.

અભિષેક શર્મા હારનું કારણ, કેવી રીતે?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે મદદરૂપ હોય છે, તેથી દક્ષિણ આફ્રિકાએ 187 રન બનાવ્યા તે કોઈ ચોંકાવનારો વિષય નહોતો. હવે બાકીનું કામ ભારતીય બેટ્સમેનોએ કરવાનું હતું. સામે 188 રનનું લક્ષ્ય હતું, ઇન-ફોર્મ બેટ્સમેન ઈશાન કિશન ઇનિંગના ચોથા જ બોલ પર મોટો શોટ રમવાના ચક્કરમાં આઉટ થઈ ગયો. બીજી ઓવરમાં માર્કો જાનસેને તિલક વર્માને પણ પેવેલિયન ભેગો કર્યો. ટીમ ઈન્ડિયા 5 રન પર 2 વિકેટ ગુમાવી ચૂકી હતી. અભિષેક પાસે મોકો હતો કે તે સંયમ જાળવીને સમજદારીભરી ઇનિંગ રમે અને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢે.

બિનજરૂરી શોટ

સ્કોર 5/2 હતો, તિલકના આઉટ થયા પછી જેવો અભિષેક શર્માને આગામી બોલ મળ્યો તેણે બેટ ફેરવવાનું શરૂ કરી દીધું. જ્યારે ટીમ ઈન્ડિયા બોલિંગ કરી રહી હતી, ત્યારે પણ જોવામાં આવ્યું હતું કે પિચમાં અસામાન્ય ઉછાળો છે, જેનો ખાસ કરીને જસપ્રીત બુમરાહે વેરિએશન દ્વારા ઘણો ફાયદો ઉઠાવ્યો હતો. દક્ષિણ આફ્રિકાના બોલરો પણ આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવવા માંગતા હતા અને અભિષેક સતત હવામાં બેટ ફેરવીને મફતમાં પોતાની વિકેટ આપવાની કોશિશમાં હતો.

હકીકતમાં આવું જ થયું. માર્કો જાનસેને બોલ પર આંગળીઓ ફેરવી (સ્લોઅર બોલ) અને અભિષેકનું બેટ ઘૂમ્યું. જાનસેને સ્લોઅર બોલ ફેંક્યો હોવાથી અભિષેકના શોટનું ટાઈમિંગ ખોટું પડ્યું. આફ્રિકાના ખેલાડીઓ આવો મોટો કેચ છોડે તેમ નહોતા.

થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર મોહમ્મદ આમિરે અભિષેક શર્માને 'લપ્પેબાજ' કહીને સંબોધ્યો હતો. પરંતુ ભારતીય ઓપનરે બિનઅનુભવી અંદાજમાં શોટ ફટકારીને ક્યાંક ને ક્યાંક આમિરની વાત સાચી સાબિત કરી છે. તિલક અને ઈશાન જલ્દી આઉટ થયા બાદ અભિષેકે ખાતરી કરવી જોઈતી હતી કે તે કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે મળીને ઓછામાં ઓછી 40-50 રનની પાર્ટનરશિપ કરીને ભારતની મેચમાં વાપસી કરાવે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોને મળવાની હતી સેમિફાઈનલની અંતિમ ઓવર? શિવમ દુબેએ કર્યો ખુલાસો 
કોને મળવાની હતી સેમિફાઈનલની અંતિમ ઓવર? શિવમ દુબેએ કર્યો ખુલાસો 
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલમાં બદલાશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ 11, વરુણ ચક્રવર્તીની જગ્યા લેશે આ ઓલરાઉન્ડર!
કોણ છે ભારત સામે વિસ્ફોટક બેટિંગ કરનાર 22 વર્ષીય Jacob Bethell,જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે?
કોણ છે ભારત સામે વિસ્ફોટક બેટિંગ કરનાર 22 વર્ષીય Jacob Bethell,જાણો IPL 2026 માં કઈ ટીમ વતી રમશે?
Advertisement

વિડિઓઝ

Govind Parmar Last Rites : ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આજે અંતિમ સંસ્કાર
LPG Price Hike: મિડલ ઇસ્ટ તણાવની ભારતમાં અસર, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની અંતિમ વિદાય, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની અંતિમ વિદાય, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના ભયંકર આંચકા, તીવ્રતા 4.1 મપાઇ
Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના ભયંકર આંચકા, તીવ્રતા 4.1 મપાઇ
ઘરેલું LPG ₹60 જ્યારે કોમર્શિયલ સિલિન્ડર ₹115નો વધારો, નવા દર આજથી લાગૂ
ઘરેલું LPG ₹60 જ્યારે કોમર્શિયલ સિલિન્ડર ₹115નો વધારો, નવા દર આજથી લાગૂ
અમેરિકાના સંઘર્ષ વચ્ચે ભારતે કોચીમાં ઈરાની જહાજને આપ્યો આશ્રય , તેહરાને કરી હતી ખાસ અપીલ
અમેરિકાના સંઘર્ષ વચ્ચે ભારતે કોચીમાં ઈરાની જહાજને આપ્યો આશ્રય , તેહરાને કરી હતી ખાસ અપીલ
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Embed widget