Kolkata Knight Riders beat Rajasthan Royals: બુધવારે, કોલકાતા નાઈટ રાઈડર્સે રાજસ્થાન રોયલ્સને 8 વિકેટથી હરાવીને સીઝનની પોતાની પહેલી જીત નોંધાવી. જ્યારે રાજસ્થાન સતત બીજી મેચ હારી ગયું. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ ફક્ત 151 રન જ બનાવી શક્યું. KKR બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. લક્ષ્યનો પીછો કરતા, ક્વિન્ટન ડી કોકે 97 રનની અણનમ ઇનિંગ રમી. KKR એ 15 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધું.
152 રનનો પીછો કરતા, મોઈન અલીએ ક્વિન્ટન ડી કોક સાથે ઇનિંગ્સની શરૂઆત કરી. અલી આજે KKR માટે પોતાની પહેલી મેચ રમી રહ્યો હતો, તે ફક્ત 5 રન બનાવીને રન આઉટ થયો. કેપ્ટન અજિંક્ય રહાણે પણ 15 બોલમાં 18 રન બનાવીને વાનિન્દુ હસરંગાનો શિકાર બન્યો. જોકે, બીજી બાજુ, ડી કોકે સારા શોટ રમ્યા અને ટીમ પર દબાણ ન આવવા દીધું. રહાણે આઉટ થયો ત્યારે KKRનો સ્કોર 10.1 ઓવરમાં 70 રન હતો.
ક્વિન્ટન ડી કોકે 18મી ઓવરના ત્રીજા બોલ પર સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. જોકે, તે પોતાની સદીથી 3 રન દૂર રહ્યો. તેણે 61 બોલમાં અણનમ 97 રન બનાવ્યા. આ ઇનિંગમાં તેણે 6 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. જ્યારે અંગક્રીશ રઘુવંશી 17 બોલમાં 22 રન બનાવી અણનમ રહ્યો હતો.
રાજસ્થાને KKR ને આપ્યો હતો 152 રનનો લક્ષ્યાંક
KKR ટીમના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સ 20 ઓવરમાં ફક્ત 151 રન બનાવી શક્યું. રાજસ્થાન તરફથી ધ્રુવ જુરેલે 33 રન બનાવ્યા જ્યારે યશસ્વી જયસ્વાલે 29 રન બનાવ્યા. KKR તરફથી વૈભવ અરોરા, હર્ષિત રાણા, મોઈન અલી અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી જ્યારે સ્પેન્સર જોહ્ન્સન પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો.
રાજસ્થાન રોયલ્સ: રિયાન પરાગ (કેપ્ટન), સંજુ સેમસન, યશસ્વી જયસ્વાલ, નીતિશ રાણા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિશ થિક્સાના, તુષાર દેશપાંડે અને સંદીપ શર્મા.
કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ અય્યર, ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રિંકુ સિંહ, મોઈન અલી, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, હર્ષિત રાણા, વરુણ વક્રવર્તી, સ્પેન્સર જોહ્ન્સન.