આઈપીએલ 2020ની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને અબુધાબીના મેદાનમાં સરળતાથી સાત વિકેટથી હરાવ્યું. પંજાબ તરફથી ક્રિસ ગેઈલે વિસ્ફોટક ઈનિંગ રમતા 63 બોલમાં 99 રન બનાવ્યા હતા. ગેઈલને ત્રીજી વખત નસીબનો સાથ ન મળ્યો અને જોફ્રા આર્ચરની બોલિંગમાં આઉટ થયો હતો. નર્વસ નાઈન્ટીઝનો શિકાર બનેલા ગેઈલ આઉટ થયા બાદ ગુસ્સામાં હતો. આ દરમિયાન તેણે પોતાનું બેટિંગ મેદાનમાં જોરથઈ ઘા કર્યું હતું.


બોલર જોફ્રા આર્ચરે સંયમ રાખીને કોઈ પ્રતિક્રિયા નહોતી આપી પણ ક્રીઝ પરથી જઈ રહેલા ગેલ સાથે હાથ મિલાવીને તેને સાંત્વના આપી હતી

ક્રિસ ગેઈલની આ વર્તનના કારણે મેચ રેફીને તેને દંડ ફટકાર્યો છે. ગેઈલે આઈપીએલ આચાર સંહિતા તોડવાનો દોષિત મળી આવ્યો છે. તેણે મેચ ફીના 10 ટકા રકમ દંડ ભરવો પડશે. 99 રન બનાવા છતા ગેઈલ તેણે સદી માને છે. પંજાબની મેચ ખત્મ થયા બાદે ગેઈલે કહ્યું તેની આ ઈનિંગ સદીથી ઓછી નથી.


આઈપીએલના 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ ‘યુનિવર્સ બોસ’ ક્રિસ ગેઈલે 99 રનની તોફાની બેટિંગ કરી હતી. આ ઈનિંગ દરમિયાન તેણે 6 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. તેની સાથે જ ગેઈલના નામે ટી20 ક્રિકેટમાં 1000 સિક્સ મારવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. ટી20 ક્રિકેટમાં આ કારનામું કરનાર ગેઈલ પહેલો બેટ્સમેન બની ગયો છે.

ટી20 ક્રિકેટમાં ગેઈલનો આ રેકોર્ડ તોડવું હવે અસંભવ માનવામાં આવી રહ્યું છે. કારણ કે આ લિસ્ટમાં બીજા નંબરે કેરન પોલાર્ડનું નામ છે અને પોલાર્ડના નામે ટી20માં 690 સિક્સ છે અને ગેઈલના નામે હજાર સિક્સ થઈ ગઈ છે. પોલાર્ડ ગેઈલથી ઘણો પાછળ છે, એવામાં આ રેકોર્ડ તોડવું અસંભવ માનવામાં આવી રહ્યું છે.