Indian cricketers kids: ભારતમાં ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરોની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટર્સ સતત હેડલાઇન્સમાં રહે છે પરંતુ ઘણા સ્ટાર્સ તેમની અંગત જિંદગીને ખાનગી રાખવા માંગે છે. એટલા માટે આ સ્ટાર્સનો પરિવાર લાઈમ લાઈટથી દૂર રહે છે.


અનિલ કુંબલેની પુત્રી અરુણી 28 વર્ષની છે અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. અરુણીએ લંડનની ઈમ્પીરીયલ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. તેણે પોતાનું સ્કૂલિંગ બેંગ્લોરથી કર્યું હતું. અરુણીના જૈવિક પિતા જહાંગીરદાર હોવા છતાં, હવે અરુણી તેની માતા અને અનિલ કુંબલે સાથે રહે છે. મયાસ કુંબલે પણ પૂર્વ ભારતીય સ્પિનર ​​અનિલ કુંબલેનો પુત્ર છે. 2002માં જન્મેલ મયાસ બેંગ્લોરની ઇન્ટરનેશનલ સ્કૂલ બેંગ્લોરમાં અભ્યાસ કરે છે અને તેને વાઇલ્ડ ફોટોગ્રાફીનો શોખ છે.


રાહુલ દ્રવિડના પુત્રનું નામ સમિત છે. હાલમાં સમિત એક જુનિયર ક્રિકેટર છે અને તેણે બેંગ્લોર યુનાઈટેડ ક્રિકેટ ક્લબ (BUCC) અને ટાઈગર કપ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અંડર-14 ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. ક્રિકેટ ઉપરાંત સમિતને સ્વિમિંગ, ટ્રાવેલિંગ અને સંગીતમાં પણ ખાસ રસ છે. 


ભારતના દિગ્ગજ બેટ્સમેન અને ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલીનો જન્મ કોલકાતાના બેહાલામાં થયો હતો. લા માર્ટિનીયર ફોર ગર્લ્સ અને લોરેટો હાઉસ સ્કૂલમાં અભ્યાસ કરનાર સના હાલમાં ઈંગ્લેન્ડની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સૌરવની પુત્રી તેની માતા ડોના ગાંગુલીની જેમ પ્રશિક્ષિત ડાન્સર છે. 


વર્ષ 1999માં જન્મેલ અર્જુન તેંડુલકર મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો પુત્ર છે. અર્જુન હાલમાં IPLની મુંબઈ ટીમનો ભાગ છે. સારા તેંડુલકર પણ સચિન તેંડુલકરની પુત્રી છે. મુંબઈની ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણેલી સારાએ યુનિવર્સિટી કોલેજ લંડન (UCL)માંથી મેડિસિનનો અભ્યાસ કર્યો છે. સારાને મોડલિંગમાં પણ ખાસ રસ છે. સારાના ઈન્સ્ટાગ્રામ પર 17 લાખ ફોલોઅર્સ છે.