KL Rahul Out Controversy India vs Australia: કેએલ રાહુલ આઉટ હતો કે નોટઆઉટ, આ પ્રશ્ને ક્રિકેટ જગતમાં બધાને પરેશાન કર્યા છે. વાસ્તવમાં, બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં રાહુલ કેચ આઉટ થયો હતો. ગ્રાઉન્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો, પરંતુ જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે રિવ્યુ લીધો ત્યારે ભારતીય બેટ્સમેનને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો. ટીવી અમ્પાયરે તમામ એંગલ જોયા વગર રાહુલને આઉટ જાહેર કરી દીધો હોવાથી તેના આઉટ આપવા પર વિવાદ ઉભો થયો છે. હવે અનુભવી અમ્પાયર સિમોન ટૉફેલે આ વિષય પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો છે.
સિમોન ટૉફેલને વિશ્વના શ્રેષ્ઠ અમ્પાયરોમાંથી એક ગણવામાં આવે છે. તેણે કહ્યું, અહીં અમ્પાયર નિર્ણાયક એંગલ શોધી રહ્યા છે. રિવ્યુની શરૂઆતમાં એક સમસ્યા હતી કારણ કે અમ્પાયર જે એન્ગલની માંગ કરી રહ્યો હતો તે દર્શાવવામાં આવ્યો ન હતો. રિચર્ડ ઇલિંગવર્થ માટે ત્યાં નિર્ણય લેવો મુશ્કેલ હતો, પરંતુ આ કેમેરા એંગલ મારા માટે સૌથી સારો હતો.
કેએલ રાહુલ આઉટ હતો...
પોતાની વાતને આગળ વધારતા સિમોન ટોફેલે કહ્યું કે જ્યારે સાઈડ એંગલ જોવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે બેટ અને પેડનું કનેક્શન થાય તે પહેલા જ સ્પાઈક આવી ગઈ હતી. ટોફેલે કહ્યું છે કે બેટ અને પેડ અથડાતા પહેલા જ સ્પાઇક આવી હતી, જે બેટ અને બોલ વચ્ચેનું જોડાણ દર્શાવે છે.આ દરમિયાન, તેણે એ પણ કબૂલ્યું કે જો રિચર્ડ ઇલિંગવર્થે બીજા એંગલથી જોયું હોત તો કદાચ પરિસ્થિતિ વધુ સારી રીતે સમજી શકાઈ હોત અને આટલો વિવાદ ઊભો ન થયો હોત.
થર્ડ અમ્પાયરના નિર્ણયથી હોબાળો મચ્યો હતો
કેએલને મોટી વિકેટ ગુમાવતા જોઈને ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે તરત જ રિવ્યુ લીધો હતો. આ પછી, રિપ્લેમાં જોવા મળ્યું કે બોલ બેટની નજીક આવતાની સાથે જ સ્નિકોમીટરમાં હલનચલન થાય છે. સ્ટેડિયમમાં મોટી સ્ક્રીન પર આ જોઈને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ઉત્સાહિત થઈ ગયા અને પછી થોડા સમય પછી ટીવી અમ્પાયરે મેદાન પરના અમ્પાયરને પણ નિર્ણય પાછો ખેંચવા કહ્યું. કેએલ રાહુલ આ નિર્ણયથી એકદમ નિરાશ દેખાઈ રહ્યો હતો કારણ કે તે જ સમયે જ્યારે સ્પાઈક દેખાઈ રહી હતી ત્યારે બેટ પણ પેડ સાથે અથડાયું હતું. આ સમગ્ર ઘટના દરમિયાન ટીવી અમ્પાયર પાસે માત્ર બે એંગલ ઉપલબ્ધ હોવાનું બહાર આવ્યું હતું. આ રીતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના પહેલા જ દિવસે KLની વિકેટે હંગામો મચાવ્યો હતો. હવે ઘણા પૂર્વ ભારતીય ક્રિકેટરોએ કેએલની વિકેટ પર સવાલ ઉઠાવ્યા છે.
આ પણ વાંચો: