શોધખોળ કરો

પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ

ફક્ત બે દિવસમાં જ આપણને ખબર પડી જશે કે T20 વર્લ્ડ કપ 2026ના વિજેતા કોણ બનશે. ભારત અને ન્યુઝીલેન્ડ ટ્રોફી માટે 8 માર્ચે ટકરાશે અને ટાઇટલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે.

Abhishek Sharma Playing 11: ફક્ત બે દિવસમાં જ આપણને ખબર પડી જશે કે T20 વર્લ્ડ કપ 2026ના વિજેતા કોણ બનશે. ભારત અને ન્યુઝીલેન્ડ ટ્રોફી માટે 8 માર્ચે ટકરાશે અને ટાઇટલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાશે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અભિષેક શર્માના ખરાબ ફોર્મને કારણે ટીમ ઇન્ડિયા ચિંતામાં મુકાઈ ગઈ છે. તે સાત ઇનિંગ્સમાં ફક્ત 89 રન જ બનાવી શક્યો છે.

આ ખરાબ ફોર્મને કારણે એવી અટકળો શરૂ થઈ છે કે અભિષેકને ફાઇનલ માટે પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવો જોઈએ. જોકે, દિગ્ગજ ભારતીય ક્રિકેટર કપિલ દેવે ટીમ ઇન્ડિયા મેનેજમેન્ટને અભિષેકને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાની સલાહ આપી છે.

અભિષેકને રમાડો 

એક રમતગમત કાર્યક્રમમાં કપિલ દેવે કહ્યું કે ટીમ મેનેજમેન્ટને તેમના ખેલાડીઓમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ. તેમણે કહ્યું, "અભિષેકને પણ પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ, 'હા, હું તે કરી શકું છું અને હું તે કરીશ.' સૌથી મોટી મેચ હજુ બાકી છે: ફાઇનલ."

અભિષેક શર્માએ T20 વર્લ્ડ કપ 2026 માં અત્યાર સુધીમાં સાત મેચમાં ફક્ત 89 રન બનાવ્યા છે. સમગ્ર ટુર્નામેન્ટમાં તેનો એકમાત્ર ફિફ્ટી ઝિમ્બાબ્વે સામે હતી  જેમાં તેણે 30 ઇનિંગ્સમાં 55 રન બનાવ્યા હતા. તેણે ટૂર્નામેન્ટની શરૂઆત શૂન્યની હેટ્રિકથી કરી હતી અને ત્યારથી અભિષેકે સતત દબાણ હેઠળ બેટિંગ કરી રહ્યો છે.

ફાઇનલ ક્યારે રમાશે?

પ્રથમ સેમિફાઇનલમાં  ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજા સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું. ફાઇનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.  ભારતીય ક્રિકેટ ટીમ સતત બીજી વાર T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. 

બીજી તરફ મેનેજમેન્ટે સતત અભિષેક શર્મા પર પણ ભરોસો બતાવ્યો છે અને ફાઈનલમાં પણ તેને ચોક્કસપણે તક મળશે. બીજી તરફ સંજુ સેમસન અને ઈશાન કિશન ભારતીય બેટિંગની કરોડરજ્જુ બની રહ્યા છે. મિડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા અને શિવમ દુબેએ સતત નાની પણ મહત્વની ઈનિંગ્સ રમી છે. બોલિંગ લાઈન-અપમાં પણ કોઈ ફેરફારની આશા ઓછી છે. જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યા ત્રણ ઝડપી બોલિંગના વિકલ્પ હશે, જ્યારે વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલ સ્પિનની જવાબદારી સંભાળતા જોવા મળી શકે છે.

ફાઈનલમાં ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2026: રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને તેના ઘરઆંગણે 6 વિકેટથી હરાવ્યું
IPL 2026: રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને તેના ઘરઆંગણે 6 વિકેટથી હરાવ્યું
IPL 2026 RCB vs DC: બેંગલુરુ સામે દિલ્હીની શાનદાર જીત, સ્ટબ્સની ફિફ્ટી
IPL 2026 RCB vs DC: બેંગલુરુ સામે દિલ્હીની શાનદાર જીત, સ્ટબ્સની ફિફ્ટી
IPL 2026: ટિમ ડેવિડે રચ્યો ઇતિહાસ, ફિલ સોલ્ટની વિસ્ફોટક બેટિંગ બાદ પણ 175 રન જ બનાવી શક્યું RCB
IPL 2026: ટિમ ડેવિડે રચ્યો ઇતિહાસ, ફિલ સોલ્ટની વિસ્ફોટક બેટિંગ બાદ પણ 175 રન જ બનાવી શક્યું RCB
IPL 2026: આજે બેંગલુરુ અને દિલ્હી વચ્ચે ટક્કર; જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ 11
IPL 2026: આજે બેંગલુરુ અને દિલ્હી વચ્ચે ટક્કર; જાણો પિચ રિપોર્ટ અને સંભવિત પ્લેઈંગ 11
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | અપક્ષ કોના?
Ahmedabad Congress : ચૂંટણી પહેલા અમદાવાદ શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખને લાફો મારવાના પ્રયાસથી હડકંપ
Ahmedabad News: અમદાવાદમાં એમડી ડ્રગ્સની રેડ દરમિયાન ક્રાઈમ્રબ્રાંચની ટીમ પર હુમલો
Gujarat Heat Wave: આગ વરસાવતી ગરમી માટે રહેજો તૈયાર... હવામાન વિભાગે શું કરી આગાહી?
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
‘મહિલાઓ અપમાન ક્યારેય ભૂલતી નથી’: PM મોદીના ભાષણની 10 મોટી અને મહત્વની વાતો જાણો
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
હોર્મુઝમાં ભારતીય ટેન્કર પર ઈરાને કર્યો ગોળીબાર: ભારતે રાજદૂતને બોલાવી નોંધાવ્યો કડક વિરોધ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
ધંધુકામાં યુવાનની હત્યા બાદ ભડકો: 2 ધર્મના લોકો સામસામે આવતા આગચંપી, શહેરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
મહિલા બિલ અટકતાં PM મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં માફી માંગી, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
4,4,4,6,6: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ફક્ત આટલા બોલમાં અડધી સદી ફટકારી, પોતાનો જ રેકોર્ડ તોડ્યો
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
33% મહિલા અનામત લાગુ કરવા વિપક્ષનો ‘માસ્ટરસ્ટ્રોક’, પીએમ મોદીને પત્ર લખીને કરશે આ માંગ
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
કેન્દ્રીય કર્મચારીનાં DA માં 2% નો વધારો, જાણો લેવલ 1 થી 18 ના કર્મચારીઓનાં પગારમાં કેટલો વધારો થશે?
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
Dual Citizenship Case: રાહુલ ગાંધી સામે નહીં નોંધાઈ FIR; બેવડી નાગરિકતા કેસમાં હાઇકોર્ટે લાગવી રોક
Embed widget