LSG vs GT: ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું, સતત બીજી જીત નોંધાવી
LSG vs GT: લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે 165 રનના લક્ષ્યાંકનો પીછો કરીને 18.4 ઓવરમાં માત્ર ત્રણ વિકેટ ગુમાવીને સફળતાપૂર્વક પીછો કરીને સિઝનનો પોતાનો સતત બીજો વિજય મેળવ્યો.

LSG vs GT: ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો 19મો લીગ મુકાબલો લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમ વચ્ચે રમાયો હતો, જેમાં ગુજરાત ટાઇટન્સની ટીમ 7 વિકેટથી વિજય મેળવવામાં સફળ રહી હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 164 રન બનાવ્યા હતા, જે લક્ષ્ય ગુજરાત ટાઇટન્સે 18.4 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.
A clinical performance by #GT to make it 2️⃣ wins in 2️⃣ games
The @gujarat_titans reach 5th spot on the points table with this away win ✌️
SCORECARD ▶️ https://t.co/kIuuJYbiNx#TATAIPL | #KhelBindaas | #LSGvGT pic.twitter.com/d0BghVD5kY — IndianPremierLeague (@IPL) April 12, 2026
લખનઉ સુપર જાયન્ટ્સ ટીમની બેટિંગમાં કોઈ પણ ખેલાડી મોટી ઈનિંગ રમવામાં સફળ રહ્યો નહોતો, જેમાં એડન માર્કરમે સૌથી વધુ 30 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઋષભ પંત, અબ્દુલ સમદ અને મુકુલ ચૌધરીએ 18-18 રનનું યોગદાન આપ્યું હતું. ગુજરાત ટાઇટન્સના બોલરોનું પ્રદર્શન જોવામાં આવે તો, તેમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે અશોક શર્માએ 2 અને કગીસો રબાડા તથા મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ મેળવી હતી.
ગુજરાત ટાઇટન્સની ટીમને શુભમન ગિલ અને સાઈ સુદર્શનની ઓપનિંગ જોડીએ લક્ષ્યનો પીછો કરતા સારી શરૂઆત અપાવી હતી, જેમાં બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 45 રનની ભાગીદારી જોવા મળી હતી. સુદર્શન 15 રન બનાવી પેવેલિયન પરત ફર્યા બાદ ગિલને જોસ બટલરનો સાથ મળ્યો અને બંને વચ્ચે બીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી થઈ, જેણે મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી હતી. આ મેચમાં ગિલના બેટથી 56 રન અને જોસ બટલરના બેટથી 60 રનની ઈનિંગ જોવા મળી હતી. લખનઉ તરફથી બોલિંગમાં મોહમ્મદ શમી, દિગ્વેશ રાઠી અને પ્રિન્સ યાદવે 1-1 વિકેટ લીધી હતી.
રવિવારે ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં શુભમન ગિલે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો. તે 4,000 રન પૂરા કરનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન બન્યો. આ મેચમાં બીજો એક મોટો રેકોર્ડ જોસ બટલરના નામે બન્યો. તેણે પોતાની 100મી T20 ફિફ્ટી પૂર્ણ કરી અને આ દરમિયાન T20 ક્રિકેટમાં 14,000 રનનો આંકડો પાર કર્યો.



















