બેંગ્લુંરુઃ મેચ ફિક્સિંગ કાંડમાં સંડોવણી મામલે ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર અભિમન્યૂ મિથુન સામે ફરી ખતરો ઉભો થયો છે. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે (CCB) કર્ણાટક પ્રીમિયર લીગ (KPL)માં સટ્ટેબાજી અને સ્પૉટ ફિક્સિંગ મામલે અભિમન્યૂ મિથુન સામે ઉલટતપાસ હાથ ધરી છે. મિથુન કેપીએલમાં શિવામોગા લાયન્સ ટીમનો કેપ્ટન હતો.


સંયુક્ત કમિશનરે (ક્રાઇમ) જણાવ્યુ કે અમે અભિમન્યૂ મિથુને સીસીબીની સામે પુછપરછ માટે હાજર થવાનુ કહ્યું છે. અભિમન્યૂ મિથુને ટેસ્ટ અને ઇન્ટનેશનલ વનડેમાં ભારતનુ પ્રતિનિધિત્વ કર્યુ છે, આ કારણે અમે આ મામલે બીસીસીઆઇને પુરેપુરી માહિતી આપી દીધી છે.



કમિશનરે કહ્યું કે, અમે અભિમન્યૂ મિથુનને કર્ણાટક પ્રીમિયર લીગની ગઇ સિઝન સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો પુછીશુ. અભિમન્યૂ મિથુન ભારત તરફથી 4 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી ચૂક્યો છે.