Ramzan 2025: ક્રિકેટર મોહમ્મદ શમી આ દિવસોમાં દુબઈમાં છે અને ટીમ ઈન્ડિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહ્યો છે. આ સમય દરમિયાન, રમઝાન મહિનો ચાલી રહ્યો છે, પરંતુ હવે તેમના રોઝા ન રાખવા પર રાજકારણ શરૂ થઈ ગયું છે. બરેલીમાં, મૌલાના શહાબુદ્દીને ક્રિકેટર દ્વારા રોઝા ન પાળવા બદલ આકરી ટીકા કરી છે. મૌલાનાએ કહ્યું કે ઇસ્લામમાં રોજા ફરજિયાત જાહેર કરવામાં આવ્યા છે.
બરેલીમાં મૌલાના શહાબુદ્દીને ક્રિકેટર મોહમ્મદ શમી દ્વારા પવિત્ર રમઝાન મહિનામાં રોજા ન રાખવા બદલ આકરી ટીકા કરી છે. મૌલાનાએ કહ્યું કે ઇસ્લામમાં ઉપવાસ ફરજિયાત જાહેર કરવામાં આવ્યા છે. જો કોઈ રોઝા ન રાખે તો તે પાપી છે. મોહમ્મદ શમીએ પણ રોઝા ન રાખીને ગુનો કર્યો છે. મોહમ્મદ શમીને સલાહ આપતાં તેમણે એમ પણ કહ્યું કે શરિયતના નિયમો અને કાયદા છે અને તેનું પાલન કરવાની જવાબદારી દરેકની છે.
લાંબા સમય બાદ ટીમ થઈ છે શમીની વાપસી
ખરેખર, મોહમ્મદ શમી લાંબા સમય પછી ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો છે. ફિટનેસ સમસ્યાઓના કારણે તે છેલ્લા ઘણા મહિનાઓથી ટીમની બહાર હતો. જોકે, તેની વાપસી પછી, તે ટીમ ઈન્ડિયામાં સતત રહ્યો છે. તેણે ચેમ્પિયન ટ્રોફીમાં પણ સારી બોલિંગ કરી છે. મોહમ્મદ શમીએ સ્વીકાર્યું કે ભારતના એકમાત્ર ફ્રન્ટલાઈન ફાસ્ટ બોલર હોવાને કારણે તેના પર ઘણી જવાબદારી છે.
ઈજામાંથી સ્વસ્થ થયા બાદ વાપસી કરનાર શમીએ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ઈજાગ્રસ્ત જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં હર્ષિત રાણા અથવા હાર્દિક પંડ્યા સાથે નવા બોલની જવાહદારી સંભાળી છે. શમીએ અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં આઠ વિકેટ લીધી છે. સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની ચાર વિકેટથી જીત બાદ શમીએ કહ્યું. "હું મારી લય પાછી મેળવવા અને ટીમમાં વધુ યોગદાન આપવાનો પ્રયાસ કરી રહ્યો છું," ટીમમાં બે નિષ્ણાત ફાસ્ટ બોલર નથી અને મારી જવાબદારી વધુ છે. તમને જણાવી દઈએ કે, ભારત 9 માર્ચના રોજ દુબઈમાં ન્યૂઝીલેન્ડ સામે ચેમ્પિયન ટ્રોફીની ફાઈનલ રમશે. આ ફાઈનલમાં મોહમ્મદ શમીની જવાબદારી વધી જશે. કારણ કે, ભારત એક જ મેઈન ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરી રહ્યું છે.
આ પણ વાંચો...