નવી દિલ્હી:  એક તરફ રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી બીજી T20 મેચ પર દરેકની નજર હતી તો બીજી તરફ કેન્યાની ટીમ વર્લ્ડ રેકોર્ડ બનાવી રહી હતી. કેન્યાએ માલી સામેની મેચમાં 105 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. જે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રનના સંદર્ભમાં કોઈપણ ટીમની સૌથી મોટી જીત છે.






ICC મેન્સ T20 વર્લ્ડ કપ સબ રિજનલ આફ્રિકા ક્વોલિફાયરની 10મી મેચમાં કેન્યા અને માલીની ટીમો આમને-સામને હતી. આ મેચમાં માલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો માલીના કેપ્ટન ચેઇક કિઇટાનો નિર્ણય ખોટો સાબિત થયો હતો માલીએ  કુલ 8 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. તેની તરફથી માત્ર એક જ બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યો હતો.


માલીના 6 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા


માલી ટીમ તરફથી થિયોડોરે મકાલુંએ સૌથી વધુ 12 રન બનાવ્યા હતા. માલીના 6 બેટ્સમેન ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ રીતે માલીએ 10.4 ઓવરમાં પોતાની તમામ વિકેટ ગુમાવી દીધી હતી અને ફક્ત 30 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. કેન્યા તરફથી મીડિયમ પેસર પીટર લંગાટેએ સૌથી વધુ 6 વિકેટ લીધી હતી. 31 રનના લક્ષ્યનો પીછોમા કરવા ઉતરેલી કેન્યાની ટીમના ઓપનર પુષ્કર શર્મા અને કોલિન્સ ઓબુયાએ સારી શરૂઆત અપાવી હતી. બંનેએ માત્ર 2.3 ઓવરમાં 34 રન બનાવીને મેચ જીતી લીધી હતી.  કેન્યાને 105 બોલ બાકી રહેતા આ જીત મેળવી હતી. જે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં બોલની દ્રષ્ટિએ કોઈપણ ટીમની સૌથી મોટી જીત છે.


ઓસ્ટ્રિયાએ 104 બોલ બાકી રાખીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.


આ પહેલા આ રેકોર્ડ ઓસ્ટ્રિયાના નામે હતો જેણે 31 ઓગસ્ટ 2019ના રોજ તુર્કી સામે 2.4 ઓવરમાં 10 વિકેટે જીત મેળવી હતી. એટલે કે 104 બોલ બાકી રહેતા તુર્કીએ આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે મેચમાં તુર્કીએ પ્રથમ બેટિંગ કરતા 32 રન બનાવ્યા હતા. તેની તરફથી કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. તે સમયે તુર્કીના 6 બેટ્સમેન ડબલ્સના આંકડાને સ્પર્શી શક્યા ન હતા. જવાબમાં ઓસ્ટ્રિયાએ અરસલાન આરિફના અણનમ 26 રનના આધારે મેચ જીતી લીધી હતી.