મેચ બાદ રોહિત શર્માએ કહ્યું- મને લાગે છે કે આ અમારી ટીમનુ અત્યાર સુધીનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. અમે જે વિચાર સાથે મેદાનમાં ઉતર્યા હતા, તે શાનદાર રહ્યું. પહેલી વિકેટ બીજી ઓવરમાં ગુમાવ્યા બાદ ક્વિન્ટૉન ડી કૉક અને સૂર્યકુમાર યાદવે જે રીતે બેટિંગ કરી, અમે જે રીતે અંત કર્યો અને પછી બૉલિંગ કરી, તે સારી રહી.
રોહિતે આગળ કહ્યું- અમારા મગજમાં કોઇ લક્ષ્ય ન હતુ, અને અમે અલગ રમત રમવા માંગતા હતા, અમે કન્ડિશન પ્રમાણે રમવા માંગતા હતા.
રોહિતે કહ્યું અમે સારી શરૂઆત કરવામાં માગતા હતા, બીજી ઓવરમાં મારી વિકેટ પડી ગઇ, પરંતુ ડીકૉક અને સૂર્યકુમારે સારી રીતે મેચને દીશા આપી, ઇશાન શાનદાર ફોર્મમાં છે, એટલે અમે તેને પૉઝિટીવ જ રાખવા માંગીએ છીએ. એટલે ટાઇમ આઉટમાં તેને સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યો હતો.