રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગ સીઝન 4 (WPL 2026) ની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટથી હરાવ્યું. 155 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે સ્મૃતિ મંધાના અને ગ્રેસ હેરિસે મજબૂત શરૂઆત કરી, પરંતુ સતત વિકેટ પડવાથી  મુંબઈ ઈન્ડિયન્સનું પલડુ ભારે હતુ. અંતિમ ઓવર સુધી મુંબઈ જીતની નજીક હતી, પરંતુ નદીન ડી ક્લર્કે અંતિમ ચાર બોલમાં સ્થિતિ બદલી નાખી.

Continues below advertisement

જોકે આ ફક્ત ચાર બોલની વાત નહોતી, પરંતુ નદીન ડી ક્લર્કે સમગ્ર મેચ દરમિયાન સારી બેટિંગ કરી વિજયી બાઉન્ડ્રી ફટકારતા પહેલા તેની અડધી સદી પૂરી કરી. જ્યારે વિકેટ પડી રહી હતી ત્યારે ડી ક્લર્ક ટીમને લક્ષ્યની નજીક લાવવા માટે સમજદાર ઇનિંગ રમી.

છેલ્લી ઓવરમાં શું થયું?

Continues below advertisement

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 6 બોલમાં 18 રનની જરૂર હતી. પ્રેમા રાવત નોન-સ્ટ્રાઈક પર હતી, તેથી નદીન ડી ક્લર્કે પહેલા બે બોલમાં સિંગલ્સ ન લીધા.નતાલી સ્કીવર-બ્રન્ટ દ્વારા ફેંકાયેલી ઓવરના ત્રીજા બોલ પર શાનદાર સિક્સર ફટકારી. તેણીએ ચોથા બોલ પર ચોગ્ગો ફટકારી  પોતાની અડધી સદી પૂરી કરી હતી.

નદીને પાંચમા બોલ પર પણ છગ્ગો ફટકાર્યો, જેના કારણે RCB ને અંતિમ બોલ પર જીત માટે માત્ર બે રનની જરૂર હતી. તેણીએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને RCB માટે મેચ સુરક્ષિત કરી. તેણીએ આ ઇનિંગમાં બે છગ્ગા અને સાત ચોગ્ગા ફટકારીને 44 બોલમાં અણનમ 63 રન બનાવ્યા.

RCB ઇતિહાસ રચ્યો

છેલ્લા ત્રણ સીઝનમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ક્યારેય સીઝનની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું નથી. આવું પહેલી વાર બન્યું છે. DY પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, સ્મૃતિ મંધાનાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા, મુંબઈએ 154 રન બનાવ્યા.

લક્ષ્યનો પીછો કરતા, રોયલ ચેલેન્જર્સની ઓપનિંગ જોડી (સ્મૃતિ અને ગ્રેસ હેરી) એ 40 રનની ભાગીદારી કરી, પરંતુ આ જોડી તૂટી ગયા પછી, RCB ની વિકેટો પડતી રહી હતી. નદીન ડી ક્લર્કે (63) ની અડધી સદી ઉપરાંત અરુંધતી રેડ્ડી (20) અને પ્રેમા રાવત (8) એ ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી.