નવી દિલ્હી: IPL 2021ની હરાજીમાં સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા હતી. ત્યારે સ્મિથને લઈ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે સંકેત આપ્યા છે કે IPL 2021 ની હરાજીમાં ઓછી કિંમતના કારણે સ્ટીવ સ્મિથ ઈજાનો હવાલો આપી આ લીગમાંથી બહાર થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, હરાજીમાં સ્મિથન પર પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા બોલી લગાવાઈ હતી, ત્યારબાદ દિલ્હી કેપિટલ્સએ બીજા 20 લાખ જેટલા વધારીને બીજી બોલી લગાવી હતી તેના બાદ બીજા કોઈએ બોલી લગાવી ન હોવાના કારણે તેને માત્ર 2.20 કરોડમાં દિલ્હીએ ખરીદ્યો હતો.
IPL 2018 ની હરાજીમાં સ્મિથને રાજસ્થાન રોયલ્સએ 12.5 કરોડમાં ખરીદ્યો હતો અને ગત સીઝનમાં સ્મિથ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન તરીકે રમ્યો હતો. જો કે, તેના નબળા પ્રદર્શનને જોતાં રાજસ્થાને તેને આઈપીએલ 2021 ની હરાજી પહેલા જ છૂટો કરી દીધો હતો અને સંજુ સેમસનને આગામી સીઝન માટે કેપ્ટન બનાવ્યો છે. આઈપીએલની 13 મી સીઝનમાં સ્મિથે ત્રણ અડધી સદીની મદદથી 14 મેચમાં 311 રન બનાવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે બિગ સ્પોટર્સ બ્રેકફાસ્ટ પોડકાસ્ટમાં કહ્યું કે, હું જાણું છું કે, સ્ટીવ સ્મિથે ટી-20માં કંઈ ખાસ પ્રદર્શન રહ્યું નથી. આઈપીએલની ગત સિઝનમાં પણ સારુ પ્રદર્શન નહોતું. પરંતુ હું હેરાન છું કે, તે કયા રેટ પર વેચાયો. ગત વર્ષ જે કિંમત પર રમી રહ્યો હતો અને જે રોલમાં હતો. તે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન હતો. એવામાં ભારત માટે રવાના થતા પહેલા તેને જો હેમસ્ટ્રિંગ થઈ જશે તો, મને હેરાની થશે.
ક્લાર્કે કહ્યું, "જો તમે સ્ટીવ સ્મિથની વાત કરો તો તે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ન હોઈ શકે, પરંતુ તેનાથી દૂર નથી. જો વિરાટ કોહલી નંબર -1 છે, તો તે ટોપ -3 માં પણ છે."
માઈકલ ક્લાર્કનો દાવો: IPL 2021માંથી પોતાનું નામ પરત લઈ શકે છે સ્ટીવ સ્મિથ, જાણો શું આપ્યું કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Feb 2021 06:25 PM (IST)
IPL 2021ની હરાજીમાં સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સે 2.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઈસ બે કરોડ રૂપિયા હતી.
તસવીર-IPL
- - - - - - - - - Advertisement - - - - - - - - -