mohammed shami retirement news: ભારતીય ક્રિકેટના અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ચાહકો માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સામે રમાનારી આગામી વન-ડે સીરીઝ માટે જાહેર કરાયેલી ટીમ ઈન્ડિયા (Team India) માં શમીને સ્થાન આપવામાં આવ્યું નથી. ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરવા છતાં તેની પસંદગી ન થતાં હવે અટકળો તેજ બની છે કે શું શમીનું આંતરરાષ્ટ્રીય કરિયર (International Career) સમાપ્ત થઈ ગયું છે? આ સમાચાર બાદ સોશિયલ મીડિયા પર ચાહકો અત્યંત ભાવુક જોવા મળી રહ્યા છે.

Continues below advertisement

પસંદગીકારોએ ફરી કરી શમીની બાદબાકી

રવિવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 11 જાન્યુઆરીથી શરૂ થતી ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની વન-ડે સિરીઝ (ODI Series) માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ક્રિકેટ પ્રેમીઓને આશા હતી કે વર્ષ 2026 ની આ સીરીઝમાં શમીને તક મળશે અને તે વાપસી કરશે. પરંતુ યાદીમાં શમીનું નામ ન હોવાથી ચાહકોના દિલ તૂટી ગયા છે. આ નિર્ણય પરથી સંકેત મળી રહ્યો છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ હવે ભવિષ્ય તરફ જોઈ રહ્યું છે અને શમી માટે હવે રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવું મુશ્કેલ બની રહ્યું છે.

Continues below advertisement

સોશિયલ મીડિયા પર ફેન્સનું દર્દ છલકાયું

શમીની પસંદગી ન થતાં સોશિયલ મીડિયા (Social Media) પર પ્રતિક્રિયાઓનું ઘોડાપૂર આવ્યું છે. ચાહકો શમી પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે. એક યુઝરે શમીનો ફોટો શેર કરીને લખ્યું હતું કે, "આજની ટીમ સિલેક્શન સાબિત કરે છે કે મોહમ્મદ શમીનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ હવે પૂરું થઈ ગયું છે." અનેક ચાહકો માને છે કે શમી જેવા દિગ્ગજ બોલર સાથે આવું વર્તન અયોગ્ય છે.

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 હતી છેલ્લી મેચ?

આંકડા પર નજર કરીએ તો, મોહમ્મદ શમી ભારત માટે છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (Champions Trophy 2025) ની ફાઇનલમાં રમ્યો હતો. નવાઈની વાત એ છે કે તે ટૂર્નામેન્ટમાં શમી ભારત તરફથી સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે ટૂર્નામેન્ટમાં કુલ 9 વિકેટ ઝડપી હતી. આમ છતાં, ત્યારપછી તેને ટીમમાંથી સતત બહાર રાખવામાં આવ્યો છે.

ઘરેલુ ક્રિકેટમાં શમીનું જબરદસ્ત ફોર્મ

શમીને ટીમમાં ન લેવા પાછળ ખરાબ ફોર્મનું બહાનું કાઢી શકાય તેમ નથી, કારણ કે તે ઘરેલુ ક્રિકેટ (Domestic Cricket) માં આગ ઓકી રહ્યો છે.

વિજય હજારે ટ્રોફી: હાલમાં બંગાળ તરફથી રમતા તેણે 5 મેચમાં 11 વિકેટ લીધી છે.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: આ ટુર્નામેન્ટમાં તેણે 7 મેચમાં 16 વિકેટ ઝડપી હતી.

રણજી ટ્રોફીમાં પણ તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.