નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ચેન્નાઇના ચેપક મેદાન પર રમાઇ રહી છે. ચેન્નાઇના મેદાન પર લૉકલ બૉયની લૉકલ ઇનિંગે તમામ ભારતીયોને ખુશ કરી દીધા છે. લૉકલ બૉય આર.અશ્વિને ચેન્નાઇની પીચ પર અંગ્રેજોની બરાબરા ધૂલાઇ કરતા શાનદાર સદી ફટકારી. અશ્વિનની સદીથી ભારતીય ટીમ વધુ મજબૂત સ્થિતિમાં આવી.


પરંતુ આ બધાની વચ્ચે અશ્વિનનો સાથીદાર બેટ્સમેન મોહમ્મદ સિરાજ અશ્વિનની સદીથી જબરદસ્ત ખુશ થઇ ગયો, અને તેને ખુદ સદી ફટકારી હોય એવુ રિએક્શન મેદાન પર જ આપવા લાગ્યો હતો, તેને ખુશીનો વીડિયો પણ જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. લોકો સિરાજ પર ફિદા થઇ ગયા અને મીમ્સ બનાવવા લાગ્યા હતા.



અશ્વિને ક્રિઝ પર ટકીને ઇંગ્લિશ ટીમની સામે 148 બૉલ રમ્યા, આ દરમિયાન તેને શાનદાર 106 રન બનાવ્યા હતા, જેમાં 14 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.