કોલકત્તા સામે કેર વર્તાવનારા મોહમ્મદ સિરાજે પોતાની ઘાતક બૉલિંગનુ રાજ ખોલ્યુ, જાણો કોના કારણે થયો સફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 22 Oct 2020 02:12 PM (IST)
મેદાનમાં ઉતરતા જ સિરાજને વિરાટ કોહલીનું સરપ્રાઇઝ મળ્યુ. ફાસ્ટ બૉલરે કહ્યું- મેદાન પર ગયા બાદ વિરાટે મને કહ્યું મિયા રેડી હો જાઓ. આ પછી અમે રણનીતિ પ્રમાણે પ્રદર્શન કરવામા સફળ રહ્યાં
ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં બુધવારે આરસીબીના બૉલરે કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે કેર વર્તાવ્યો, કમાલની બૉલિંગ કરી અને કેકેઆરના બેટ્સમેનોને ઘૂંટણીયે લાવી દીધા હતા. કેકેઆર 20 ઓવરમાં માત્ર 84 રન જ બનાવી શક્યુ હતુ. હવે મેચ બાદ આરસીબીના ઘાતક બૉલરે પોતાના સફળ બૉલિંગ સ્પેલ અંગે ખુદ ખુલાસો કર્યો છે. તેને પોતાની બૉલિંગ માટે કેપ્ટન કોહલીને શ્રેય આપ્યો છે. મોહમ્મદ સિરાજ પોતાના શાનદાર પરફોર્મન્સ માટે મેન ઓફ ધન મેચ બન્યો હતો, મેચ બાદ સિરાજે કહ્યું- વિરાટે મને નવા બૉલ સાથે બૉલિંગ કરવાનો મોકો આપ્યો, અને આ કારણે હું સ્વિંગ હાંસલ કરી શક્યો. મેચ પહેલા ટીમે મારી પાવર પ્લેમાં બૉલિગ કરવાની યોજના ન હતી બનાવી. મેદાનમાં ઉતરતા જ સિરાજને વિરાટ કોહલીનું સરપ્રાઇઝ મળ્યુ. ફાસ્ટ બૉલરે કહ્યું- મેદાન પર ગયા બાદ વિરાટે મને કહ્યું મિયા રેડી હો જાઓ. આ પછી અમે રણનીતિ પ્રમાણે પ્રદર્શન કરવામા સફળ રહ્યાં. ઉલ્લેખનીય છે કેક મોહમ્મદ સિરાજે મેચની શરૂઆતમાં જ કેકેઆરને ત્રણ મોટા ઝટકા આપ્યા. સિરાજે પહેલી ઓવરમાં રાહુલ ત્રિપાઠીની વિકેટ લીધી, ત્યારબાદ સિરાજે બીજા બૉલ પર જ નીતિશ રાણાને બૉલ્ડ કરી દીધો. આ બન્ને ઉપરાંત સિરાજે ટૉમ બેન્ટૉનની પણ વિકેટ ઝડપી હતી.