Most Sixes in ODIs: વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર લગાવનારા બેટ્સમેનોની યાદીમાં સચિન તેંડુલકરથી આગળ નીકળવા માટે વિરાટ કોહલીએ વધુ 28 સિક્સર લગાવવાની બાકી છે, જો કે આ બંને બેટ્સમેન ટોપ-7 માં સામેલ નથી. અહીં અમે એ જ 7 ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં રોહિત શર્મા અને એમએસ ધોનીના રૂપમાં 2 ભારતીય ખેલાડીઓ છે. યાદીમાં બીજા નંબર પર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન છે. યાદીમાં એક નામ એવું પણ છે, જેણે 2 દેશો માટે રમીને 220 સિક્સર લગાવી છે.

Continues below advertisement

 

ODI માં સૌથી વધુ સિક્સર લગાવવાનો રેકોર્ડ કોના નામે છે?

Continues below advertisement

આ પણ વાંચો... Kane Williamson Retirement: ન્યૂઝીલેન્ડ ક્રિકેટમાં એક યુગનો અંત, કેન વિલિયમ્સને લીધી નિવૃતિ

1. રોહિત શર્મા

રોહિત શર્મા વનડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર લગાવનારા બેટ્સમેન છે. 2007 થી રમી રહેલા રોહિતે વનડેમાં રમેલી 274 ઇનિંગ્સમાં કુલ 357 સિક્સર લગાવી છે. તેમણે થોડા સમય પહેલા જ શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોડ્યો છે, જેઓ 10 વર્ષથી વધુ સમય સુધી પહેલા નંબર પર રહ્યો હતો.

રોહિતની વનડે કરિયરની વાત કરીએ તો તેમણે 282 મેચોમાં 11577 રન બનાવ્યા છે, જેમાં 33 સદી અને 61 અર્ધસદી સામેલ છે. તેઓ વનડેમાં સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સ (264 રન) રમનારા બેટ્સમેન પણ છે.

2. શાહિદ આફ્રિદી

વનડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર લગાવનારા બેટ્સમેનોની યાદીમાં બીજા નંબર પર પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી છે. તેમણે 369 ઇનિંગ્સમાં 351 સિક્સર લગાવી છે. તેમણે વનડેમાં 6 સદી અને 39 અર્ધસદી ફટકારી છે.

3. ક્રિસ ગેલ

વેસ્ટઇન્ડીઝના બેટ્સમેન ક્રિસ ગેલ યાદીમાં ત્રીજા નંબર પર છે, જેમણે 1999 થી 2019 વચ્ચે 301 વનડે મેચ રમી હતી. 294 ઇનિંગ્સમાં તેમણે 331 સિક્સર ફટકારી છે.

4. સનથ જયસૂર્યા

શ્રીલંકાના દિગ્ગજ સનથ જયસૂર્યા ચોથા સ્થાને છે, જેમણે 1989 થી 2011 વચ્ચે 445 વનડે રમી હતી. 433 ઇનિંગ્સમાં જયસૂર્યાએ 270 સિક્સર લગાવી હતી. આ ફોર્મેટમાં જયસૂર્યાએ 13430 રન બનાવ્યા છે, તેઓ સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં પણ ચોથા સ્થાને છે.

5. એમએસ ધોની

ભારતને પોતાની કેપ્ટનશીપમાં ODI વર્લ્ડ કપ (2011) જીતાડનારા એમએસ ધોની યાદીમાં પાંચમા નંબર પર છે. તેમણે 2004 થી 2019 વચ્ચે 350 વનડે રમી હતી, જેની 297 ઇનિંગ્સમાં તેમણે 229 સિક્સર લગાવી હતી. વનડેમાં ધોનીએ 10 સદી અને 73 અર્ધસદીની ઇનિંગ્સ રમી હતી.

6. ઇયાન મોર્ગન

ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઇયાન મોર્ગને 248 વનડે મેચ રમી છે, જેમાં રમેલી 230 ઇનિંગ્સમાં તેમણે 220 સિક્સર ફટકારી છે. રસપ્રદ વાત એ છે કે તેમણે આમાંથી 18 સિક્સર આયર્લેન્ડ માટે રમતા લગાવી હતી. જી હા, તેઓ બે દેશો માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂક્યા છે.

7. એબી ડી વિલિયર્સ

વનડે ઇન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર લગાવનારા બેટ્સમેનોની યાદીમાં સાતમું સ્થાન એબી ડી વિલિયર્સનું છે. દક્ષિણ આફ્રિકાના આ દિગ્ગજ બેટ્સમેને પોતાની કરિયરમાં 228 વનડે રમી હતી, જેમાં રમેલી 218 ઇનિંગ્સમાં તેમણે 204 સિક્સર લગાવી હતી.

યાદીમાં વિરાટ કોહલી ક્યાં છે?

વનડેમાં સૌથી વધુ સિક્સર લગાવનારા બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી 13મા નંબર પર છે, તેઓ અત્યારે ટીમ ઇન્ડિયા માટે માત્ર આ જ ફોર્મેટમાં રમે છે. યાદીના ટોપ-10 માં રોહિત શર્મા અને એમએસ ધોની સિવાય સચિન તેંડુલકર (9મા) અને સૌરવ ગાંગુલી (10મા) સ્થાને છે. કોહલીને સચિનથી આગળ નીકળવા માટે વધુ 28 સિક્સર લગાવવાની જરૂર છે.